કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપ અને ફેસબુકની નવી ગોપનીયતા નીતિને નકારી કાઢવાની અરજી કરવામાં આવી છે. કેટે પોતાની અરજીમાં જણાવ્યું છે કે કંપની ભારતની પ્રસ્તાવિત ગોપનીયતા નીતિના બંધારણ દ્વારા પૂરા પાડવામાં આવેલા નાગરિકોના વિવિધ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી રહી છે.
કેટે કહ્યું કે, વોટ્સએપ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓને ચલાવવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા ઘડવી જોઈએ અને નાગરિકો અને વ્યવસાયોની ગોપનીયતાને સુરક્ષિત રાખતી નીતિઓ બનાવવી જોઈએ.
આ પિટિશનમાં ખાસ કરીને યુરોપિયન યુનિયનના દેશો અને ભારતમાં વોટ્સએપની ગોપનીયતા નીતિમાં સંપૂર્ણ ગાબડાનું કારણ દર્શાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આવી મોટી ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ભારતીય યુઝર્સના ડેટાનો દુરૂપયોગ કેવી રીતે કરી શકાય. આ અરજી એડવોકેટ અબીર રોયે તૈયાર કરી છે, જે શનિવારે એડવોકેટ ઓન રેકોર્ડ વિવેક નારાયણ શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આક્ષેપ કર્યો છે કે વોટ્સએપે ‘માયવે અથવા હાઈવે અભિગમ’ અપનાવ્યો છે, જે મનસ્વી, ગેરવાજબી, ગેરબંધારણીય છે અને ભારત જેવા લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. વોટસએપ કપટપૂર્વક વ્યક્તિગત વપરાશકર્તા ડેટા એકત્રિત કરી રહ્યું છે. ભારતમાં તેની શરૂઆતના સમયે કંપનીએ ડેટા અને મજબૂત ગોપનીયતા સિદ્ધાંતો શેર ન કરવાના વચનોના આધારે વપરાશકર્તાઓને આકર્ષ્યા.
લોકોની ગોપનીયતા સાથે ગડબડ
2014માં ફેસબુક દ્વારા વોટ્સએપના સંપાદન પછી જ્યારે વપરાશકર્તાઓ તેમના ડેટાની ગુપ્તતા પર શંકા કરવાનું શરૂ કર્યુ હતું. કારણ કે તેઓને ડર હતો કે તેમનો અંગત ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે તો વોટસએપે વચન આપ્યું હતું કે તેમની ડિલ પછી ગોપનીયતા નીતિમાં કંઈ બદલાશે નહીં. જો કે ઓગસ્ટ 2016માં WhatsApp તેના વચનો પછી પીછેહઠ કરી અને એક નવી ગોપનીયતા નીતિ રજૂ કરી, જેમાં તેણે તેના વપરાશકર્તાઓના અધિકારો પર ભારે સમાધાન કર્યા અને યુઝર્સના ગોપનીયતા અધિકારોને સંપૂર્ણપણે નબળા પાડ્યા.
ફેસબુક સાથે ડેટા પણ શેર કરવામાં આવશે
નવી ગોપનીયતા નીતિ હેઠળ, તેને વ્યવસાયિક જાહેરાત અને માર્કેટિંગ માટે ફેસબુક અને તેની તમામ ગ્રુપ કંપનીઓ સાથે વ્યક્તિગત ડેટા શેર કરવાનો રહેશે. ત્યારથી, કંપની વિશાળ માહિતીને એકત્રિત કરવા અને તેના પર પ્રક્રિયા કરવા અને તૃતીય પક્ષોને ડેટા પ્રદાન કરવા માટે તેની નીતિઓ બદલી રહી છે. કોઈ પણ કોર્પોરેટ અથવા મોટી વિદેશી કંપનીને ભારતની જનતાના ખભા પર બંદૂક લગાવીને અનૈતિક નફો કમાવવા માટે તેમની અધમ નીતિઓ અને અસ્પષ્ટ ડિઝાઇનને લાગુ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
