Not Set/ રંગીલા રાજકોટવાસીઓ જાણો ક્યારથી કરી શકશે ઈલેકટ્રીક બસની સવારી

અમુલસર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે જ્યાં કુલ 15 ચાર્જીંગ પોઈન્ટ બનાવવામાં આવશે .

Gujarat

રાજકોટ આમ તો રંગીલું શહેર તરીકે જાણીતું છે તેમાં પણ  રાજકોટ એ સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે . રાજકોટ માં  શહેરમાં ધીમે ધીમે વિકાસ થતો જોવા મળી રહ્યો છે . ત્યારે વધુ એક રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે જે અંતર્ગત  રાજમાર્ગો પર આવતા સપ્તાહથી 24 ઈલેકટ્રીક બસ દોડવા લાગશે. પ્રથમ તબક્કામાં બીઆરટીએસ રૂટ પર ઈલેકટ્રીક બસ દોડાવવામાં આવશે. કુલ 50 બસની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ  વાંચો : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકી,કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને 50 હજાર 

પ્રથમ ફેઈઝમાં 24 બસ શરૂ કરાયા બાદ સમયાંતરે બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન પણ તૈયાર થઈ ગયા છે. જેમાં 15 ચાર્જીંગ પોઈન્ટ પૈકી હાલ 5 ચાર્જીંગ પોઈન્ટ તૈયાર છે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :LICમાં વિદેશી રોકાણકારો ઇન્વેસ્ટ કરી શકશે,ચીનની NO ENTRY

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ દ્વારા રાજકોટમાં 50 પ્લસ 100 ઈલેકટ્રીક બસ દોડાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત હાલ 24 બસનું આગમન થઈ ગયું છે. અમુલ સર્કલ પાસે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે જ્યાં કુલ 15 ચાર્જીંગ પોઈન્ટ બનાવવામાં આવનાર છે. જે પૈકી 5 પોઈન્ટ તૈયાર થઈ ગયા છે અને બાકીના 10 પોઈન્ટની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે ટ્રાન્સફોર્મમાં ભેજ હોવાથી ચાર્જીંગમાં થોડી તકલીફો ઉભી થઈ રહી છે. આવતા સપ્તાહે રાજકોટમાં સિટી બસ શરૂ કરી દેવામાં આવશે.