ભીષણ આગ : આણંદ ખાતે ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની ટીમ છેલ્લા ૩ કલાકથી વધુ સમયથી આ આગની ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગે આ કોલને મેજર કોલ જાહેર કર્યો છે.
છેલ્લા ત્રણ કલાકથી સતત લાગેલી આગમાં કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગમાં આસપાસના કોમ્પ્લેક્સની દુકાનો ખાખ થઈ ગઈ છે. બાજુમાં આવેલો ઇલેક્ટ્રીક સાધનોનો શો-રૂમ બળીને ખાખ થયો છે. તો સાથે એક કાર અને કેટલાક ટુ વ્હીલર પણ બળીને ખાખ થયા છે.
બોન્ડેડ તબીબો / રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
ભરૂચ / પત્રકાર પર જીવલેણ હુમલો : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી
આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે સતત આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. મામલતદાર અને એસડીએમ ઘટનાસ્થળે પહોચી ચુક્યા છે. ફટાકડાનું ગોડાઉન હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ફટાકડા ભરેલા છે. અને તેના કારણે આગ વિકરાળ સવરૂપ લઇ રહી છે. અને એકબાદ એક ફટાકડા આગની ચપેટમાં આવતા આગે વિકરાળ સ્વરૂપ લીધું છે. જો કે હજુ સુધી આગ લાગવાનું ખરું કારણ જાણવા મળ્યું નથી.
સુપ્રીમ કોર્ટની ચિંતા / ‘શું ક્લિનિકલ ટ્રાયલ આંકડા જાહેર કરવાથી રસી મુકાવેલા 50 કરોડ લોકોના મનમાં શંકા ઉભી થશે ?
સ્માર્ટફોન ટિપ્સ / ફ્રી વાઇ-ફાઇના ચક્કરમાં હેકર્સની જાળનો શિકાર બની શકો છો, બચવા માટે આ મહત્વની ટિપ્સ અનુસરો
Tips / શું તમે વોટ્સએપ ગ્રુપમાં એડ થવાથી પરેશાન છો? તો આજે જ સેટિંગ્સમાં આ ફેરફાર કરો.
XUV700 SUV ભેટ / ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને XUV700 SUVની ભેટ, આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત
