Politics/ લોકોને બચાવવા પર ધ્યાન આપો, તમારા આંધળા અહંકાર પર નહીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ સમયે લોકોને બચાવવા પર ધ્યાન આપવાની જરૂર છે, તમારા ઘમંડ પર નહીં.

Top Stories India
રાહુલ

કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ સમયે લોકોને બચાવવા પર ધ્યાન આપવાની જરૂર છે, તમારા ઘમંડ પર નહીં. તેમણે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, ‘સેન્ટ્રલ વિસ્તા એક ક્રિમિનલ વેસ્ટેજ છે.’ નવું ઘર મેળવવા માટે તમારા અંધ અહંકાર પર નહીં પણ લોકોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

સંકટ સમયે મદદ / આ ખેલાડીએ IPL ની પૂરી ફી કોરોના લડાઈ માટે દાનમાં આપી

ગુરુવારે સવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ચૂંટણી પૂર્ણ થઈ, લૂંટ ફરી શરૂ થઈ!’ વળી કોંગ્રેસનાં નેતાએ બુધવારે કેન્દ્ર સરકારની કોરોના, રોજગાર અને રસીને લઇને પણ ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ‘કોઈ રસી નથી, રોજગાર નથી, લોકોને કોરોનાનાં આક્રમણનો સામનો કરી રહી છે, મોદી સરકાર બિલકૂલ ફેઇલ!’ કેન્દ્ર પર હુમલો કરતી વખતે રાહુલે આ ટ્વીટ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) નો રિપોર્ટ રજૂ કરતી વખતે કર્યું હતું. સીએમઆઈઇ અનુસાર, બેરોજગારીનો દર એપ્રિલમાં 8 ટકાની આસપાસ પહોંચ્યો હતો, કોરોના રોગચાળાની બીજી લહેર દરમિયાન લાદવામાં આવેલા કડક પ્રતિબંધોની અસર, એપ્રિલમાં 75 લાખ લોકોએ રોજગાર ગુમાવ્યા.

New Vaccine / રશિયાએ સિંગલ ડોઝવાળી ‘સ્પુતનિક લાઇટ’ નામની નવી વેક્સિન બનાવી, જાણો કેટલી છે અસરદાર?

આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રસીકરણ, ઓક્સિજનનો અભાવ અને લોકોની આર્થિક સ્થિતિ કથળતી હોવા પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ નેતાએ માંગ કરી કે, સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કેન્દ્ર સરકારે રસીકરણ, ઓક્સિજનની અછત અને આર્થિક સહાય આપવી જોઈએ. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘સેન્ટ્રલ વિસ્તા માટે 13450 કરોડ રૂપિયા. અથવા 45 કરોડ ભારતીઓનું સંપૂર્ણ રસીકરણ. અથવા NYAY હેઠળ 10 મિલિયન ઓક્સિજન સિલિન્ડર અથવા 20 મિલિયન પરિવારોને 6000 હજાર રૂપિયા. પરંતુ વડા પ્રધાનનો અહંકાર લોકોનાં જીવન કરતા વધારે છે.