કોરોના નિયંત્રણ માટે તબીબ – મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સતત પ્રયત્નશીલ છે છતાં સ્ટાફની અછતના કારણે કોરોના દર્દીની સારવાર માટે સ્ટાફ ઓછો હોવાનું ખુદ વહીવટીતંત્ર અને સરકારને પણ લાગી રહ્યું છે. દરમિયાન કોરોના દર્દીની સારવાર હેતુ હવે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એન.એસ.એસના જવાનોની સેવા કોરોના દર્દી સહાયક તરીકે લેવામાં આવશે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિર્ણય મુજબ કોરોના દર્દીઓને મદદ કરવા હેતુ એનએસએસ જવાનોને કોરોનાદર્દી સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવશે.

ગુજરાતમાં આવતી કોઇપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્વૈચ્છિકસંસ્થા સરકાર અને વહીવટીતંત્રની વ્હારે આવે છે એ જ રીતે વર્તમાન સમયમાં કોરોના કહેરની સર્જાયેલી સ્થિતિમાં કોરોના દર્દીઓની સેવામાં રાષ્ટ્રીય સેવા યોજનાના સેવકો સામેલ કરવામાં આવશે. એકબાજુ કોરોના દર્દીઓને સારવાર આપવા હેતુ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની અછત વર્તાય છે ત્યારે એનએસએસ જવાનોની કોરોના દર્દી સહાયક તરીકે સેવા લેવાનો નિર્ણય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કર્યો છે.
આ પણ વાંચો :ભારતે કોરોનાથી મોત મામલે તમામ દેશોના રેકોર્ડ તોડ્યા,10 દિવસમાં નોંધાયો સૌથી વધુ મૃત્યુઆંક
એનએસએસ જવાનોએ કોરોના દર્દી સહાયક તરીકે સેવા આપવા અઁગે જવાનોની નિયુક્તિ કરવાની સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. જો કે એનએસએસ જવાને આ કામગીરી શરૂ કરતાં અગાઉ રસી ફરજીયાત લેવાની રહેશે. રાજ્યના અંદાજે 2.26 લાખ એનએસએસ જવાનો રજીસ્ટર્ડ થયા છે..તેઓની સેવા કોરોના દર્દી સહાયક તરીકે લેવામાં આવી શકે છે..જેથી કોરોનાદર્દીની સારવારમાં સરળતા રહેશે.મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની અછત પૂરવામાં એનએસએસ સહાયકોની સેવા લાભદાયી પુરવાર થશે.
આ પણ વાંચો :ભારત હવે ‘આત્મનિર્ભર’ નથી રહ્યું, 16 વર્ષ જૂની નીતિ બદલીને અન્ય દેશોની મદદ મેળવી રહ્યું છે

