વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 26.27 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 52.14 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.99 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ 262,753,012, મૃત્યુઆંક 5,214,928 છે અને રસીકરણની કુલ સંખ્યા 7,992,506,676 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 267 લોકોનાં મોત થયા છે, જેની સાથે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8,954 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો – World Aids Day / આજે છે વિશ્વ એઇડ્સ દિવસ, કેવી રીતે મળ્યુ આ નામ અને બચવા માટે શું કરવું, જાણો
સમગ્ર વિશ્વમાં ભલે કોરોનાનાં નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે પરંતુ દેશમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8,954 નવા કેસ નોંધાયા છે. વળી આ સમયમાં કુલ 10,207 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,40,28,506 થઈ ગઈ છે. આજે એટલે કે બુધવારે મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-19નાં કુલ સક્રિય કેસ ઘટીને પહેલીવાર 1 લાખથી ઓછા 99,023 થયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 124.10 કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 80,98,716 લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં હવે કુલ મૃત્યુઆંક 4,69,247છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. નવા કોરોના વાયરસનાં સંક્રમણમાં દૈનિક વધારો સતત 46 દિવસથી 20,000થી નીચે રહ્યો છે અને સતત 149 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 10,12,523 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
COVID19 | India reports 8,954 new cases, 267 deaths & 10,207 recoveries in the last 24 hours; Active caseload at 99,023: Ministry of Health and Family Welfare
Total Vaccination : 1,24,10,86,850 pic.twitter.com/VCefgxVg3n
— ANI (@ANI) December 1, 2021
આ પણ વાંચો – Vaccination / અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 11,08,467 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, ભારતમાં પણ Omicron વેરિઅન્ટને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ છે. ઘણા રાજ્યોમાં પ્રાથમિક શાળાઓ ખોલવાનો નિર્ણય ફરી એકવાર થોડા વધુ દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સિવાય એરપોર્ટ પર પણ કડકાઈ રાખવામાં આવી રહી છે. આજથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે ભારત આવનાર કોઈપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી રહેશે અને તેણે છેલ્લા 14 દિવસની તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ આપવી પડશે. આટલું જ નહીં, રાજ્યોને ટેસ્ટિંગ ઝડપી બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે જેથી કરીને ઓમિક્રોન વેરિઅન્ટનાં કોઈપણ જોખમને સમજવા અને તેનો સામનો કરવા માટે પ્રયત્નો કરી શકાય.
