લુણાવાડા/ પૂર્વ MLAના પુત્રની દાદાગીરી, દારૂ પી દિવ્યાંગ સરપંચને માર્યો ઢોર માર

મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક 122 લુણાવાડા વિધાનસભા ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય પહેલા ભાજપ માં જોડાયેલ હીરાભાઈ પટેલની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

Top Stories Gujarat Others
  • હીરાભાઈ પટેલના પુત્રની દાદાગીરી આવી સામે
  • બિલ્ડર પુત્ર સાથે મળીને સરપંચને માર્યો માર
  • ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં માર્યો માર
  • વડાગામના દિવ્યાંગ સરપંચને માર્યો ઢોર માર
  • પુર્વ MLA પુત્રની કારમાંથી દારૂ પણ મળી આવ્યો

સત્તાનો નશો માણસને કઈ પણ કરાવે છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્રને પણ પિતાની સત્તાનો નશો ચઢ્યો હોય તેમ દારૂના નશામાં છાકટા બની એક દિવ્યાંગ સરપંચ ને ઢોર માર માર્યો છે.  લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈના પુત્ર મહર્ષિ હીરાભાઈ પટેલએ વડાગામના દિવ્યાંગ સરપંચ ને ઢોર માર મરવાની ઘટના બની છે. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પૂર્વ ધારાસભ્યના પુત્રે સરપંચ ને માર માર્યો હતો.અને આ પૂર્વ ધારાસભ્યના પુત્રની કારમાં થી પણ દારૂ મળી આવ્યો હતો.

મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક 122 લુણાવાડા વિધાનસભા ના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય અને થોડા સમય પહેલા ભાજપ માં જોડાયેલ હીરાભાઈ પટેલની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ એ ધારાસભ્યના પુત્ર મહર્ષિ હીરાભાઈ પટેલ અને તેના મિત્રની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

મહર્ષિ હીરાભાઈ પટેલ અને લુણાવાડામાં નામી બિલ્ડર્સ અને જવેલર્સના વેપારી એવા સોધન મહાજનના પુત્ર સુભમ સોધન મહાજન બંને  મહીસાગર જિલ્લાને અડકીને આવેલી રાજેસ્થાન બોર્ડર પરથી એમ એલ એ લુણાવાડા લખેલું બોર્ડ મારેલી ગાડીમાં વિદેશી દારૂ ચિક્કાર હાલતમાં પીને સાથે ઇનોવા ગાડીમાં બે પેટીથી પણ ઉપરાંત વિદેશી દારૂ ભરી લાવ્યા હતા. ખાનપુર તાલુકાના વડાગામના સરપંચ જસવંત પટેલ કે જેઓ પગે અપંગ છે તેમની સાથે ફોન પર ધમકીઓ આપી બીભત્સ ગાળો આપી અને પૂર્વ સરપંચના ઘરે ઇનોવા કાર લઇ જઈ માર માર્યો હતો.  પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇનોવા કાર વિદેશી દારૂ સહિત મહર્ષિ તેમજ સુભમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એમ એલ એ ગુજરાત લખેલ ઇનોવા કારમાંથી મળી આવી વિદેશી દારૂ ની 46 બોટલ લુણાવાડાના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ નો પુત્ર મહર્ષિ તેમજ લુણાવાડાના જાણીતા બિલ્ડર શોધન મહાજનના પુત્ર શુભમ મહાજનની ઇનોવા કાર તેમજ વિદેશી શરાબ કુલ મળી  10 લાખથી વધુ ના મુદ્દામાલ સાથે બાકોર પોલિસે ધરપકડ કરી છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ના પુત્ર મહર્ષિ પટેલ સહિત સુભમ મહાજનની પોલીસએ ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.  સરપંચના ઘરે દાદાગીરી દરમિયાનના વિડિયો પણ પોલીસ ને સરપંચ દ્વારા આપવામાં આવ્યા છે.

National/ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ કેસમાં બે અરજીઓ પર આજે સુનાવણી, જાણો શું છે માંગણીઓ