ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ અને બાર્બુડા પરત ફર્યા બાદ ભારતીય એજન્સીઓ પર અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ચોક્સીએ કહ્યું કે, તેના મસ્તિષ્ક પર મોટી ઈજા પહોંચી છે, ભારતીય એજન્સીઓ આ માટે જવાબદાર છે, જેમણે મારુ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.
નવી આફત / કિમ જોંગ ઉનનાં રાજમાં North Korea માં જનતા ભૂખમરીથી પીડિત, UN પાસે માંગી મદદ
ચોક્સી કહે છે કે, હું ઘરે પાછો આવ્યો છું પરંતુ આ ત્રાસથી મારા શરીર અને માનસ ઉપર હંમેશા ઇજા રહેશે, હું કલ્પના કરી શકતો નથી કે મારા બધા ધંધા બંધ કર્યા પછી, બધી મિલકતો જપ્ત કર્યા બાદ, ભારતીય એજન્સીઓ મારુ અપહરણ કરવાનો પ્રયાસ કરશે. મેહુલ ચોક્સીએ કહ્યું કે, મેં વારંવાર ભારતીય એજન્સીઓને એન્ટિગુઆ આવીને મારા વિશે પૂછપરછ કરવા જણાવ્યું છે કારણ કે હું બીમાર છું અને મુસાફરી કરવામાં અસમર્થ છું. હું હંમેશા ભારતીય એજન્સીઓને સહયોગ આપવા તૈયાર હતો પરંતુ મારી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે, મારું અપહરણ કરવામાં આવ્યું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારતીય એજન્સીઓ મારી સાથે આવુ કરશે. હું ભારત પાછો આવીને મારી નિર્દોષતા સાબિત કરવા માંગતો હતો, પરંતુ છેલ્લા 50 દિવસમાં મારી મેડિકલ કંડીશન વધુ કથળી છે. હું ભારતમાં મારી સલામતી અંગે પણ ચિંતિત છું. હું જાણતો નથી કે હવે હું સામાન્ય સ્થિતિમાં ફરી શકીશ કે નહીં.
Mehul Choksi alleges kidnapping attempt by Indian agencies, claims he was ready to cooperate in bank fraud case probe
Read @ANI Story | https://t.co/Elbcfgt6Lz pic.twitter.com/7KPUTzAgca
— ANI Digital (@ani_digital) July 15, 2021
દુર્ઘટના / વિદિશાના કૂવામાં 24થી વધુ લોકો પડી ગયા,બાળકને બચાવવા જતાં બની ઘટના,20 લોકોને બચાવી લેવાયા
આપને જણાવી દઇએ કે, મેહુલ ચોક્સી 2018 થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહે છે. ભારતથી ભાગી ગયા પછી તેણે આ દેશની નાગરિકતા લીધી છે. મેહુલ ચોકસી છેલ્લા 51 દિવસથી ડોમિનિકા જેલમાં બંધ હતો, આક્ષેપ હતો કે, તે ગેરકાયદેસર રીતે ડોમિનિકા પહોંચ્યો હતો. સોમવારે, મેહુલ ચોક્સીને ડોમિનિકા કોર્ટે જામીન આપી દીધા હતા અને તેને એન્ટિગુઆમાં પરત જવાની મંજૂરી આપી હતી, જ્યાં તે તેની સારવાર કરાવી શકે. ચોક્સીએ 10,000 ઈસ્ટ કેરેબિયન ડોલરની રકમ સુરક્ષા તરીકે જમા કરી હતી, જે ભારતમાં આશરે 2.7 લાખ રૂપિયા છે, ત્યારબાદ તે ચાર્ટર પ્લેનમાં એન્ટિગુઆ પાછો રવાના થયો, તે દરમ્યાન તેણે બ્લુ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. જામીન અરજીની સાથે ચોક્સીએ તેનો સીટી સ્કેન રિપોર્ટ પણ બતાવ્યો હતો, તેના ડોક્ટરએ તેની તબીબી તપાસ માટે તાત્કાલિક આવવાનું કહ્યું છે. નોંધનીય છે કે ચોક્સી પર ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડનાં કૌભાંડનો આરોપ છે.
