દેશમાં કોરોનાની સામે લોકોની પરિસ્થિતિ કેવી છે. એ હવે સૌ કોઈ જાણે છે. પણ આ મહામારીના કપરાકાળમાં જે લોકો પોતાના જીવ ગુમાવે છે. તેના અંતિમ સંસ્કાર માટે તેમના સ્વજનોએ લાબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને ત્રણથી ચાર કલાક સુધીની રાહ જોવી પડે છે.

- દેશમાં કોરોનાની વાયુવેગે વધતી ગતિ
- કોરોના સામે મૃત્યું આંકમાં પણ વધારો
- અંતિમ સંસ્કાર માટે જોવી પડે છે રાહ
- દેશની કોરોના કાળમાં ભયાવહ તસ્વીરો
- રૂવાડા ઊભા કરે તેવા સ્મશાનના દ્રશ્યો
હાલ પુરી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. દેશમાં પણ કોરોનાની ગતિ જાણે કે થંભી જવાનું નામ નથી લેતી. એવામાં દેશના મોટા ભાગના રાજ્યોમાં પણ કોરોનાને કારણે મોતનો આંક પણ વધી રહ્યો છે. એવામા દેસના અલગ અલગ રાજ્યોમાંથી કોરોના કાળની ખુબ જ ભયાવહ અને ડરાવતી તસ્વીરો સામે આવી રહી છે. જેમાં કોરોનાથી મોત બાદ લોકોને અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડી રહી છે. તો અનેક જગ્યાએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. મધ્ય પ્રદેશની રાજધાનીમાં પહેલી વખત કોરોનાના 41 દર્દીઓના મૃતદેહની એક સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

- કોરોના સામે જાણ કે લાચાર માનવ
- અંતિમ વિદાય માટે સ્વજનોની રાહ જોતી આંખો
- ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટ પર 41 મૃતદેહના અગ્નિ સંસ્કાર
- મોત પછી અંતિમ સંસ્કાર માટે પણ હવે પ્રોટોકોલ
- ભોપાલમાં 8 મહિનાની બાળકીનું કોરોનાને કારણે મોત
- બાળકીના ઘરમાં કોરોના પોઝીટીવ કોઈ પણ નહી
તો બીજી બાજુ દેશમાં ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટ પર 41 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે પૈકીના કોરોના સંક્રમિત 31 મૃતદેહને પ્રોટોકોલના પાલન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ભોપાલમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, પહેલી વખત ભદભદા વિશ્રામ ઘાટ પર કોરોના સંક્રમિતો માટે તૈયાર કરવામાં આવેલી જગ્યા નાની પડી હતી અને નવી જગ્યાઓ બનાવવી પડી હતી. ભદભદા વિશ્રામ ઘાટ ખાતે કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમ વિધિ કરવા માટે કુલ 12 પિલર તૈયાર કરવામાં આવ્યા હતા. જગ્યા ઓછી પડવાના કારણે વિદ્યુત શબદાહના ગ્રાઉન્ડમાં નવી જગ્યા તૈયાર કરવી પડી હતી.

6 એપ્રિલના રોજ ઈંદોર ખાતે પણ કોરોના દર્દીઓના 25 મૃતદેહના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભોપાલમાં કોરોનાના કારણે 8 મહિનાની બાળકી અદીબા પણ મૃત્યુ પામી હતી. ભોપાલમાં પહેલી વખત કોરોનાએ આટલી નાની ઉંમરના બાળકનો ભોગ લીધો છે. નવાઈની વાત એ છે કે, તે બાળકીના પરિવારમાં કોઈ કોરોના પોઝિટિવ નથી આવ્યું. એમ કહી શકાય કે દેશ સોથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અને આ ડરાવતી અને ભયભીત કરતી તસ્વીરો જોઈને કઠોર માણસની પણ ભીની આંથ થઈ જાય.
