દેશમાં સાયબર એટેકનો ખતરો વધતો જાય છે જેના લીધે રાષ્ટ્રીય સલામતી માટે મોદી સરકાર ચીનની વધુ 54 એપ પર પ્રતિબંધ મુકશે એવું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણાવવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે જે “ભારતની સુરક્ષા માટે ખતરો છે”.
ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેમાં બ્યુટી કેમેરા, સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર અને બાસ બૂસ્ટર, સેલ્સફોર્સ એન્ટ માટે કેમકાર્ડ, આઈસોલેન્ડ 2: એશેસ ઓફ ટાઈમ લાઈટ, વિવા વિડીયો એડિટર, ટેન્સેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેઝ, ઓનમોજી એરેનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ એપ એપલોક અને ડ્યુઅલ સ્પેસ લાઇટપર પણ પ્રતિબંધ લાગશે
ઉલ્લેખનીય છે કે જૂન 2020 થી સરકારે લગભગ 224 ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી લોકપ્રિય એપ્લિકેશનનો સમાવેશ થાય છે.
