ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ત્યારે આવામાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને સારવાર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવ પંકજ કુમાર બીજીવાર કોરોના સંક્રમિત થયા છે. ગત વર્ષે 2021 પણ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે હવે ચોથી લહેરમાં પણ તેઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થવાનો આ પહેલો કેસ છે. હાલ પંકજ કુમાર ગાંધીનગરના નિવાસસ્થાને સારવાર લઇ રહ્યાં છે.
રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જેવી સરકારી કંપનીઓના પણ ચેરમેન-એમડીપદે રહ્યાં છે.
નોંધનીય છે કે, 31 મેના રોજ વયનિવૃત્ત થતાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્સન અપાયું છે. પંકજકુમાર મૂળ બિહારના પટણાના છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ થાય છે.
રાજ્યમાં કોરોના ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવતાં તંત્ર ચિંતિત બન્યુ છે. તે માટે અનેક શહેરોમાં ટેસ્ટીંગ અને વેક્સીનેશન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં સંક્રમણ ન વધે તે માટે ટેસ્ટીંગ બૂથ ફરી ઉભા કરાયા છે.
આ પણ વાંચો: પેટ્રોલની અછતની અફવા વચ્ચે, લોકોએ મધરાતે ઊંઘમાંથી જાગી પેટ્રોલ પંપ પર લગાવી લાંબી લાઈનો
આ પણ વાંચો: વડોદરા : કોરોના કેસોમાં મોટો ઉછાળો, 24 કલાકમાં નોધાયા 33 નવા કેસ
આ પણ વાંચો:BJPએ કેમ જોર લગાવ્યું દક્ષિણમાં,આપનો પગપેસારો કે કોંગ્રેસના ગઢ તોડવા રણનીતિ?
