CNG–PNGના ભાવમાં વધારો
પેટ્રોલ ડીઝલના ભાવ CNG-PNGના ભાવ વધ્યા
જાહેર જનતા પર વધુ એક મોંઘવારીનો મારો
ગુજરાત ગેસે વધાર્યા CNG, PNGના ભાવ
CNGમાં 3 રૂપિયાનો ભાવ વધારો
PNGના ભાવમાં 4 રૂપિયાનો વધારો
CNGનો ભાવ 67.53 થી વધી રૂ.70.53
PNGનો ભાવ 35.05 થી વધી રૂ.39.05
દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. આજે જાહેર જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવો પડશે.હવે ગુજરાત ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે.સીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.3 અને પીએનજીમાં પ્રતિ કિલો દીઠ રૂ.4નો વધારો ઝીંકવામાં આવ્યો છે. ભાવ વધારાના પગલે અદાણીની સરખામણીમાં સસ્તો ગેસ વાપરતા ગુજરાત ગેસના ગ્રાહકોને પણ હવે વધુ પૈસા ચુકવવા પડશે. આવા ગ્રાહકો પર દર મહિને વધારાનો આર્થિક બોજ આવી પડયો છે. હવે રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્વની સીધી અસર જોવા મળી રહી છે.
ગુજરાત ગેસે 1લી જાન્યુઆરીએ વધારો કર્યા બાદ આજે સીએનજીમાં પ્રતિ કિલો રૂ.3નો વધારો કરતા નવો ભાવ રૂ.70.53 થયો છે. જ્યારે પીએનજીમાં પ્રતિ કિલો રૂ.4નો વધારો કરતા નવો ભાવ રૂ.39.05 થયો છે. પીએનજીમાં ગુજરાત ગેસ 15 ટકા વેટ અલગથી વસૂલ કરે છે
