રાજયમાં પેટ્રોલ – ડીઝલ બાદ સતત વધી રહ્રયા છે . જેમના લીધે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે . ત્યારે CNG ગેસમાં ભાવવધારાથી રિક્ષાચાલકો પરેશાન છે, CNG ગેસના ભાવ વધવા છતાં ભાડામાં કોઈપણ પ્રકારનો ભાવવધારો ના કરાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેને આજે ગાંધી આશ્રમ પાસે આવેલા ગુજરાત ખેત વિકાસ પરિષદ, આશ્રમ રોડ ખાતે રિચાચાલક યુનિયનની બેઠક મળી હતી .
આ પણ વાંચો ;ઐતિહાસિક ઘટના / સોમનાથ મંદિરમાં સૌપ્રથમવાર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી
CNG ગેસમાં ભાવ ઘટાડવામાં આવે એ અંગે રિક્ષાચાલક યુનિયન તરફથી સરકારને રજૂઆત કરી ચુક્યા છે. જો CNG નો ભાવ ઘટાડી ના શકાય તો રિક્ષાનું મિનિમમ ભાડું તેમજ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું વધારવાની માંગ કરી રહ્યા છે. કોરોનામાં રિક્ષાચાલકોને આર્થિક ફટકો પહોંચ્યો ત્યારે સરકારે કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી ન હતી. આજની બેઠકના માધ્યમથી રિક્ષાચાલક યુનિયનના આગેવાનો દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ અન્ય રાજ્યના રિક્ષાચાલક યુનિયનના હોદ્દેદારો હાજર રહ્યા છે.
આ પણ વાંચો ;ગુજરાત / રાજયના શહેરોમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને જમીન-પ્લોટ ફાળવવાનું બંધ થશે
ગુજરાતભરના રીક્ષા એસોસિએશનના આગેવાનો બેઠક મળી હતી.જેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, દિવાળી બાદ રાજ્યભરમાં રીક્ષા ચાલકો હડતાળ કરશે. આગામી 15 અને 16 નવેમ્બરના 36 કલાકની હડતાળ પર જશે અને 15-16 નવેમ્બરની હડતાળ બાદ સરકાર જવાબ નહિ આપે તો 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ કરવા ચીમકી ઉચારી છે.
