ભૂમિપૂજન/ PM મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરશે

PM મોદી અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરશે

Top Stories Gujarat Others

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કરવાના છે. વડા પ્રધાને ટ્વીટ કર્યું, “આજે ગુજરાતના બે મોટા શહેરી કેન્દ્રો માટે ઐતિહાસિક દિવસ છે. સુરત મેટ્રોનું અને અમદાવાદ મેટ્રોનો ફેઝ -2 સવારે 10:30 વાગ્યે ભૂમિપૂજન થશે.”

એક સત્તાવાર રિલીઝ અનુસાર, મેટ્રો પ્રોજેક્ટ્સ આ શહેરોમાં ઇકો ફ્રેન્ડલી ‘માસ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ’ પ્રદાન કરશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરી ઉપસ્થિત રહેશે.

Vaccine / કોવિડ રસી મુકાવ્યાના બીજા જ દિવસે વોર્ડ બોયનું મોત, પરિવારના…

Navsari / ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુ…

કૃષિ આંદોલન / 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવ…

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 બે કોરિડોર સાથે 28.25 કિલોમીટર લાંબી છે. કોરિડોર -1 22.8 કિમી લાંબો છે અને મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી ચાલે છે. કોરિડોર -2 5.4 કિલોમીટર લાંબો છે અને જીએનએલયુથી GIFT સિટી સુધી છે. બીજા તબક્કાના પ્રોજેક્ટની કુલ પૂર્ણ કિંમત 5,384 કરોડ રૂપિયા છે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 40.35 કિલોમીટર લાંબો છે અને તેમાં બે કોરિડોરનો સમાવેશ છે. કોરિડોર -1 21.61 કિમી લાંબી છે અને સરથાણાથી ડ્રીમ સિટી સુધી ચાલે છે. કોરિડોર -2 18.74 કિમી લાંબો છે અને ભેસાણથી સરોલી સુધી ચાલે છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…