વડોદરા/ 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?

5 વર્ષ પહેલાં બનાવેલ જીમ આજદિન સુધી પાલિકાએ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું, જેના કારણે જીમમાં મૂકેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, એટલું જ નહિ જીમના સાધનોની વોરંટી પીરીયડ પણ પૂરી થઈ ગઈ છે.

Gujarat Vadodara
5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?

વડોદરા પાલિકાનું સ્માર્ટ તંત્ર પ્રજાને સુવિધા આપવાના બદલે પ્રજાના રૂપિયાનો વ્યય કરી રહ્યું છે, જેની પોલ ખુદ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતાએ ખોલી છે. કારેલીબાગ સ્થિત પાલિકાના સ્વિમિંગ પુલમાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું.

વડોદરા પાલિકાના સત્તાધીશોએ વર્ષ 2016 માં કારેલીબાગ વિસ્તારમા 13 કરોડના ખર્ચે સ્વિમિંગ પૂલ અને જીમ બનાવ્યું હતું, જેનું ઉદઘાટન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું. 5 વર્ષ પહેલાં બનાવેલ જીમ આજદિન સુધી પાલિકાએ લોકો માટે ખુલ્લું નથી મૂક્યું, જેના કારણે જીમમાં મૂકેલા સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, એટલું જ નહિ જીમના સાધનોની વોરંટી પીરીયડ પણ પૂરી થઈ ગઈ છે. સાથે જ સ્વિમિંગ પુલ પણ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી 10 દિવસ માટે બંધ કરી દેવાયુ છે.

કોરોનામાં સ્વિમિંગ પૂલ બંધ હતું છતાં મેન્ટેનન્સ કરવામાં ન આવ્યું અને હવે જ્યારે લોકો સ્વિમિંગ શીખવા આવે છે ત્યારે પૂલ બંધ કરી દેવાયો છે. ત્યારે કોંગ્રેસ નેતા અમીબેન રાવત અને કાર્યકરો સ્વિમિંગ પુલ પર પહોંચ્યા, અને પાલિકાની પોલ ખોલીને પ્રજાના રૂપિયાના બગાડનો આરોપ લગાવ્યો છે.

કારેલીબાગ સ્વિમિંગ પુલમાં આવતા પ્રથમ સભ્ય હાર્દિક ગાંધીએ પણ કહ્યું કે આજદિન સુધી જીમ શરૂ જ નથી કરાયું, તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જીમ બંધ હોવાનો સ્વીકાર કરી લોકો માટે વહેલીતકે ખુલ્લું મૂકવામાં આવશે તેવી વાત કરી.

મહત્વની વાત છે કે વડોદરા પાલિકાના સત્તાધીશો શહેરને સ્માર્ટ બનાવવા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છે પણ લોકોને સુવિધાનો લાભ નથી આપી રહ્યા, ત્યારે પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય કેમ કરવામાં આવે છે તે સવાલ  ઉઠી રહ્યા છે.

બોટાદ / ઢસા ગામે નિર્માણ પામ્યું અનોખું મોક્ષધામ, જ્યાં મળે છે આવી સુવિધાઓ…

કોરોનાનો કહેર / જર્મનીમાં 24 કલાકમાં 50 હજાર નવા કેસ, યુરોપમાં વધુ એક વેવની નવેસરથી ચિંતા

એન્કાઉન્ટર / કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આેપરેશન ચાલુ

પંજાબ વિધાનસભામાં હોબાળો / અકાલી દળના ધારાસભ્યો અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે થઇ ઝપાઝપી, લાત અને મુક્કાબાજી પણ જોવા મળ્યા