હવામાનની આગાહી/ રાજ્યમાં આજે અમુક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ

સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેમાં ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Others

રાજય માં  છેલ્લા  ઘણા સમય થી  વરસાદે વિરામ  લીધો  છે  ત્યારે  રાજયમાં આજે  સોમવારે  સારા વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજય ના  રાજ્યના 9 જિલ્લાઓની યાદી આપવામાં આવી છે જેમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ નવ જિલ્લાઓમાં સોમવારે 23મી ઑગસ્ટના રોજ વરસાદ ભુક્કા બોલાવી શકે છે.

રાજય માં  5 જિલ્લા દક્ષિણ ગુજરાતના છે અને ચાર જિલ્લા સૌરાષ્ટ્રના છે. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કાલે ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ  વાંચો :પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આજે બીજો હુમલો, આ ઘટનાથી ચીનની ચિંતા વધતી જોવા મળી

સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેમાં ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં છુટાછટાવાય વરસાદની આગાહી છે. આજે રત્રા બંધનના દિવસે રાજ્યના 30થી વધુ તાલુકામાં મેઘમહેર થઈ છે.

અમરેલીના લીલીયા શહેરમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.  લીલીયામાંથી પસાર થતી નાવલી નદીમાં પૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.  ધારીમાં આવેલો ખોડિયાર ડેમ હાઈએલર્ટ પર મુકાયો છે.

આ પણ વાંચો :KGF 2 ની જાહેર થઈ રિલીઝ ડેટ , આ તારીખે બોક્સ ઓફિસ પર કરશે ધમાકા