- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડો નું હેરોઇન
- એરપોર્ટ પરથી 14 કરોડ નુ હેરોઇન ઝડપાયું
- DRI એ હેરોઇન સાથે એક આરોપી ની કરી ધરપકડ
- તાનજાનીયા નો નાગરિક હેરોઇન સાથે ઝડપાયો
- 2 કિલો હેરોઇન નો જથ્થો એરપોર્ટ પરથી ઝડપાયો
- હેરોઇન ની આંતરાષ્ટ્રીય બજાર કીમત 14 કરોડ રૂપિયા
ગુજરાત રાજય માદક પદાર્થની હેરફેરી માટેનું હબ બનતું જઈ રહ્યું છે. ગુજરાતમાંથી દરિયા કિનારમાથી મળી આવતા ડ્રગની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અફીણ અને ગાંજાની ગેરકાયદે ખેતી તો શહેરી વિસ્તારોમાં પણ MD ડ્રગ અને હેરોઇન જેવા ડ્રગ મોટી માત્રમાં મળી આવે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતેથી પણ છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત માદક પદાર્થો મળી આવવાની ઘટનાઓમાં વધારો થયો છે.
આજ રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇંટેલીજ્ન્સ (DRI)દ્વારા કરોડો રૂપિયાનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. DRIએ રૂપિયા 14 કરોડો નું હેરોઇન સાથે એરપોર્ટ પરથી એક આરોપી ની કરી ધરપકડ કરી છે. તાનજાનીયાનો નાગરિક હેરોઇન સાથે ઝડપાયો છે. આરોપી પાસેથી 2 કિલો હેરોઇન નો જથ્થો મળી આવ્યો હતો. આ હેરોઇનની આંતરાષ્ટ્રીય બજાર કીમત 14 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.
નોધનીય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં આ 5મી વખત હેરોઇન ઝડપાયું છે. છેલ્લા 2 અઠવાડિયામાં કુલ 13 કિલો હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું છે. જેની બજાર કિંમત 90 કરોડ આંકવામાં આવે છે.
બે દિવસ અગાઉ પણ કેન્યાથી આવેલ બે મુસાફરો પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ(DRI) દ્વારા દાણા અને પાઉડર ફોમમાં ડ્રગ્સ સાથેના આઠ પ્લાસ્ટિક પેકિંગ ઝડપી પડ્યા હતા. પ્લાસ્ટિકની થેલીઓમાંથી કુલ 8.5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. બાદમાં બંને આરોપીઓની અટકાયત કરતા સામે આવ્યું કે પકડાયેલ બન્ને વ્યક્તિ મૂળ કેન્યાના નાગરિકો ડ્રગ હેરફેર કરવા માટે આવ્યા હતા. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ મુસાફરો બની હોસ્પિટલમા સારવાર કરાવવા આવ્યા હોવાના બનાવટી હોસ્પિટલના પત્રોના આધારે તબીબી મુલાકાતના બહાને ભારતની મુલાકાતે આવ્યા હતા.
વિશેષ ‘પર્વ’ / ‘ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’ : સીઆર પાટિલની સાંસદોને ટકોર
Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?
Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!
Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?
સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ
Gujarat / ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત
