જાહેરાત/ LRD વેઇટિંગ લિસ્ટ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી આ જાહેરાત,જાણો

રાજ્ય સરકારે યુવાનેને કોઇ તકલીફ ન પડે તે માટે LRD મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે.જે બાદ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરી દેવામાં આવશે

Top Stories Gujarat

દેશમાં હાલ અગ્નિપથ યોજના મામલે દેશભરના યુવાનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યા છે, જેના લીધે રાજ્ય સરકારો હરકતમાં આવી ગઇ છે,જેના લીધે સરકારી નોકરીને લગતા પડતર પ્રશ્નોનો નિરાકરણ માટે કામે લાગી છે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી હોવાથી સરકાર યુવાનોને નારાજ કરવા ઇચ્છતી નથી,જેના લીધે 2018ની LRD ભરતી માટેનું વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેવી જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ LRD સંબધિત મોયું નિવેદન આપ્યું છે,ગુજરાતના ગૃહમત્રી રાજકોટની મુલાકાતે છે અને એક પ્રેસ કોન્ફરસમાં તેમણે  કહ્યું કે LRD નું વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

રાજ્ય સરકારે યુવાનેને કોઇ તકલીફ ન પડે તે માટે LRD મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે.જે બાદ ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરી દેવામાં આવશે. 2018 એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામા આવશે પણ હજુ સુધી લિસ્ટ બહાર ન પડાતાં મીડિયાના સવાલ જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે.