જો બિડેન અમેરિકાનાં 46 માં રાષ્ટ્રપતિ બન્યા છે. બિડેનને અમેરિકન સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસે કેપિટલ બિલ્ડિંગમાં રાષ્ટ્રપતિનાં શપથ અપાવ્યા. બિડેન 1973 માં ડેલાવેરથી સૌથી યુવા સેનેટર તરીકે ચૂંટાયા હતા. તેમણે જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પસાર કર્યા છે.
વળી, કમલા હેરિસ (56) એ દેશનાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તે યુનાઇટેડ સ્ટેટ્સની બીજી સૌથી શક્તિશાળી પોસ્ટ પર કબજો કરનારી પહેલી ભારતીય છે. યુએસ કેપિટલ (સંસદ ભવન) માં હિંસક તોફાનો અને સુરક્ષાની ચિંતાનાં પગલે વોશિંગ્ટનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે બુધવારે જો બિડેને યુએસનાં આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. જો કે, બિડેનનાં શપથ સમારોહમાં સુરક્ષાનો મોટો કાફલો હાજર છે. તેમ છતાં સુરક્ષાની દ્વષ્ટિએ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને 25,000 થી વધુ સૈનિકો અને પોલીસ જવાનોને સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
