જામનગર/ હુ રોટલી બનાવુ તો રવિન્દ્રસિંહ ચા બનાવીને મારી મદદ કરે છે : રિવાબા જાડેજા

જામનગરનાં મોટી લાખાણી ગામે સમાજનાં કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રિવાબા જાડેજાનો કથિત વીડિયો વાયરલ થયો છે.

Gujarat Others
  • જામનગરમાં રિવાબા જાડેજાનો વીડિયો વાયરલ
  • ક્ષત્રિય યુવાનોને સંદેશ આપતો વીડિયો વાયરલ
  • ઘરકામમાં મહિલાઓને મદદ કરવા અપીલ
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રિવાબા
  • ઘરનું કામ કરવાથી દરબારીપણું ચાલ્યું નહિ જાય
  • હું રોટલી બનાવું તો રવિન્દ્ર ચા બનાવી કરે છે મદદ
  • મોટી લાખાણી ગામે સમાજના કાર્યક્રમમાં રિવાબાનું કથન
  • મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું

જામનગરનાં મોટી લાખાણી ગામે સમાજનાં કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રિવાબા જાડેજાનો કથિત વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયોમાં રિવાબા જાડેજા મંચ પરથી ક્ષત્રિય યુવાનોને એક સંદેશો આપે છે.

આંશિક રાહત / દેશમાં છેલ્લા 24 કલાકમાં રિકવરીમાં જોવા મળ્યો એકંદરે સુધારો

રિવાબા જાડેજાનાં આ કથિત વીડિયોમાં તેઓ ક્ષત્રિય યુવાનોને સંદેશો આપતા ઘરકામમાં મહિલાઓને મદદ કરવા અપીલ કરે છે. તેમણે કહ્યુ કે, ‘દિકરીને ભણતર અને દિકરાને સાવરણી બે સરખા છે. એકવાર દિકરાને કહેવાની જરૂર છે, આખા ઓરડાને સાવરણીથી સાફ કરી દે, આ કરવાથી દિકરનો નાનો નહી થઇ જાય. આપણે જાડેજા કે ઝાલા લાગતુ હશે તેને કોઇ ચેકો નહી મારી દે. મારા પતિ છે રવિન્દ્રસિંહ તેને કઇ જ કરવાની જરૂર નથી છતા તે મારી સાથે 50 ટકા કામ કરાવે છે, હુ રોટલી બનાવુ ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવીને મારી મદદ કરે છે. શું તેનો અર્થ એ છે કે તેનુ દરબારીપણું ચાલ્યુ ગયુ.’

કોરોના સંક્રમિત / પાકિસ્તાનના PM ઇમરાન ખાન બાદ રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી થયા કોરોના સંક્રમિત, લોકોને આપી સાવચેતીની સલાહ

આ કથિત વીડિયોમાં રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રિવાબાએ કહ્યુ કે રૂઢિગત ચાલતી માન્યતાઓ સમાજમાં ઘર કરી ગઇ છે, અને એ માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. દિકરા-દિકરી એક જ પ્લેટફોર્મ પર આવે તેવુ રિવાબા જાડેજાનું માનવુ છે.  આ બાબતે રિવાબાએ ઉદાહરણરૂપે પોતાના પતિ રવિન્દ્રસિંહ જાડેજાનું નામ આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મારા પતિને કઇજ કરવાની જરૂર નથી તેમ છતા તે મને 50 ટકા કામ કરાવે છે. હુ રોટલી બનાવતતી હોવ તો તે ચા બનાવી આપે છે.

મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ