કોરોના/ લતા મંગેશકર બે વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા તો કોરોના કેવી રીતે થયો,જાણો વિગત

દેશની પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા

Top Stories Entertainment

દેશની પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. 92 વર્ષીય લતા મંગેશકર ભાગ્યે જ દક્ષિણ મુંબઈના પેડર રોડ પરના તેમના ઘરની બહાર નીકળે છે. તે કોરોનાના સમયગાળા દરમિયાન છેલ્લા બે વર્ષથી ઘરની બહાર પણ નથી નીકળ્યા. તો તેને કોરોના કેવી રીતે થયો? હવે  આ નક્કર માહિતી સૂત્રો દ્વારા મળી છે.

  લતા મંગેશકર સાથે નજીકથી જોડાયેલા મયૂરેશે માહિતી આપી હતી તેઓ વર્ષોથી લતા મંગેશકરનું કામકાજ જોઇ રહ્યા છે  તેમણે કહ્યું, કે “ઘરમાં ઘણા સ્ટાફ છે, જેઓ ઘણીવાર ઘરની બહારની વસ્તુઓ લેવા જાય છે આવી સ્થિતિમાં, ઘરના એક સ્ટાફને કોરોના સંક્રમિત થયો. ત્યારપછી  જ લતા દીદીનો ટેસ્ટ કરવામાં આવ્યો, જે બાદ તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું.

લતા મંગેશકરની તાજેતરની સ્થિતિ વિશે, નિષ્ણાત ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે અને તેમની હાલત પહેલા કરતા સારી છે. મયુરેશે કહ્યું કે ડોક્ટરોના કહેવા પ્રમાણે તેને 7-8 દિવસ હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ લતા મંગેશકરને શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે લતા મંગેશકરની સારવારમાં 5 ડૉક્ટરોની ટીમ રોકાયેલી છે અને આ ટીમનું નેતૃત્વ ડૉ. પ્રતિમા સમદાની કરી રહી છે.

લતા મંગેશકરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ડૉ. સમદાનીએ કહ્યું હતું કે, “લતા મંગેશકરની ઉંમર અને બીમારીને જોતા, તેમને ICUમાં રાખવામાં આવ્યા છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમને કોવિડની સાથે ન્યુમોનિયા પણ છે. તેને ‘કોવિડ ન્યુમોનિયા’ કહેવામાં આવે છે. આ સમયે લતા મંગેશકરની સ્થિતિ વિશે વધુ કંઈ કહેવું મારા માટે શક્ય નથી.”

અગાઉ, લતા મંગેશકરના પરિવારના એક ખૂબ જ નજીકના સભ્યએ લતા મંગેશકરને કોવિડ હોવા અને હોસ્પિટલમાં દાખલ થવા અંગે માહિતી આપી હતી કે તેમને કોરોનાના નાના લક્ષણો છે અને તેમની તબિયત પહેલા કરતા સારી છે.