સુરત શહેરમાં સરકરારી યોજનાનો લાભ તમે ત્યારે જ લઇ શકો છો જ્યારે તમારા અરજી ફોર્મ પર ભાજપના નેતાની સહી હશે ,આજે લોકશાહી દેશમાં પ્રજા સવોચ્ય હોય છે પરતું સુરતમાં પરિસ્થિતિ જુદી છે, અહીયા સત્તાધીશોના આદેશને તમારે પાલન કરવું જ પડશે નહી તો તમે સરકારી લાભથી વંચિત થઇ જશો આ તાાલિબાની ફરમાન સુરતના સત્તાધીશોએ આપ્યો છે.
સુરત મહાનગર પાલિકાના સત્તાધીશોએ આપેલું ફરમાન કેટલુ યોગ્ય છે આ બાબતે સમગ્ર શહેરમા ચર્ચાનો વિષય બન્યો છે. જો કોઇ સુરતના નાગરિકોને સરકારી લાભ લેવા હોય તો ભાજપના જીતેલા કે હારેલા ઉમેદવારની સહી અરજીફોર્મ પર અચૂક લેવી પડશે તો જ તમને સહાય સરકારી મળશે, નહિતર નહી મળે .
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ 27 બેઠકો હારી ગઇ હતી ,જયાં હારી છે ત્યાં પણ તેમણે આ નિયમ લાગુ કર્યો છે એટલે કે જે વોર્ડમાં ભાજપનો ઉમેદવાર હાર્યો છે તેની સહી અરજી ફોર્મ પર કરાવવાની રહેશે, આ ઉપરાંત સત્તાધીશોએ હારેલા અને જીતેલા વોર્ડ માટ અલગ ફોર્મની વ્યવસ્થા કરી છે.
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી યોજાનારી છે ,સુરત નગરપાલિકામાં ભાજપ સામે આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો અને 27 બેઠકો પર જીત હાંસિલ કરી હતી હવે સરકારી યોજનાનો લાભ માટેની રાજકારણ રમીને મતદારોને રીઝવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
ઉત્તર પ્રદેશ / રાષ્ટ્રપતિ કોવિંદ અયોધ્યાના રામ મંદિર નિર્માણ સ્થળની મુલાકાત લેશે
શાબ્દિક હુમલો / ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકી રાષ્ટ્રપતિ પર કર્યા શાબ્દિક પ્રહાર, બાઇડેન કેટલા આતંકવાદી અમેરિકામાં લાવ્યા ?
અફઘાનિસ્તાન / તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો
મહત્વના ન્યુઝ / ધોરણ 10 રિપીટરનું પરિણામ માત્ર ૧૦.૦૪ ટકા ,વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે
