જો તમારે બેંકમાં કોઇ કામ છે તો હવે તમારે સોમવાર સુધી રાહ જોવી પડશે. જી હા, તમે બરાબર સમજ્યા રાજ્યમાં આજથી 3 દિવસ બેંકો બંધ રહેશે. જણાવી દઇએ કે, આજે શુક્રવારનાં રોજ નાતાલ છે, આવતી કાલે ચોથો શનિવાર આવે છે અને રવિવારનાં રોજ રાબેતા મુજબ બેંક બંધ રહેતી હોય છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. જો કે આ દરમિયાન ATM થી તમે પૈસાનો ઉપાડ કરી શકશો. જો કે સળંગ 3 દિવસ રજાને કારણે ATM ખાલી થવાની શક્યતા પણ રહી છે. વળી ત્રીજા ક્વાર્ટરનાં રિટર્ન ફાઈલ કરવામાં વિક્ષેપ પડે તેવી શક્યતાઓ પણ છે.

આરબીઆઈનાં જણાવ્યા અનુસાર 25 ડિસેમ્બર, એટલે કે શુક્રવાર, નાતાલનો તહેવાર છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. આ પછી 26 અને 27 ડિસેમ્બરનાં રોજ મહિનાનાં ચોથો શનિવાર અને રવિવાર છે. તેથી બેંકો કુલ ત્રણ દિવસ માટે બંધ રહેશે. શેરબજાર પણ 25 ડિસેમ્બર એટલે કે આજે બંધ રહેશે. આ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેંજ અને નેશનલ સ્ટોક એક્સચેંજમાં કોઈ વેપાર થશે નહીં. 28 ડિસેમ્બરે ફરીથી શેર બજારમાં સામાન્ય રીતે વેપાર શરૂ થશે.

કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળવાના આ સમયમાં, સામાજિક અંતરનાં નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોને નેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ દ્વારા તેમના બેંકિંગ કાર્યોને પતાવટ કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ જો શાખામાં જવું જરૂરી છે, તો ગ્રાહકોએ જાણવું જ જોઇએ કે આ અઠવાડિયામાં કયા દિવસે બેંકો બંધ રહેશે.
Loss / આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત સરકારને ઝટકો, કેઇર્ન એનર્જીને 8,…
GST / વેપારીઓ સાવધાન, નવા વર્ષથી જીએસટી સિસ્ટમમાં ફરીથી બદલાવ, મેસ…
ભાવવધારો / ખાદ્યતેલનાં ભાવ પહોંચ્યા રેકોર્ડ સ્તરે, જાણો શું છે કારણ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
