HIKE/ દેશમાં મોંઘવારી આસમાને,નવું ગેસ કનેકશન લેવાનું આજથી થયું આટલું મોંઘું,જાણો

દેશમાં મોંઘવારીએ માધા મૂકી છે, દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે આજે આજથી ઘરેલુ ગેસ કનેક્શન લેવાનું મોંઘું કરી દીધું છે

Top Stories India

દેશમાં મોંઘવારીએ માધા મૂકી છે, દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે આજે આજથી ઘરેલુ ગેસ કનેક્શન લેવાનું મોંઘું કરી દીધું છે. નવું ડોમેસ્ટિક એલપીજી કનેક્શન મેળવવા માટે તમારે આજથી વધુ પૈસા ખર્ચવા પડશે કારણ કે નવા ડોમેસ્ટિક એલપીજી કનેક્શનની સિક્યોરિટી ડિપોઝીટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વધેલા દરો આજથી લાગુ થઈ ગયા છે.

Election / રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રથમ દિવસે લાલુ પ્રસાદ યાદવ સહિત આટલા ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

ગ્રાહકોએ હવે દરેક નવા ગેસ કનેક્શન માટે 1450 રૂપિયાના બદલે 2200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. એટલે કે, દરેક નવા ગેસ કનેક્શન માટે સીધા જ ડિપોઝિટના દરમાં 750 રૂપિયાનો વધારો થયો છે.ગેસ રેગ્યુલેટરની કિંમત પણ 150 રૂપિયાથી વધીને 250 રૂપિયા થઈ ગઈ છે. પાઈપ માટે 150 રૂપિયા અને પાસબુક માટે 25 રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આ રીતે સિક્યોરિટી માટે 2200 રૂપિયા + ગેસ રેગ્યુલેટર માટે 250 રૂપિયા + પાઇપ માટે 150 રૂપિયા + પાસબુક માટે 25 રૂપિયા અને ગેસ સ્ટવ જેવા અન્ય ખર્ચ મળીને નવા ગેસ સિલિન્ડર માટે કુલ 3690 રૂપિયા ચૂકવવા પડશે. જો કોઈ વ્યક્તિ નવા ગેસ કનેક્શન સાથે બે નવા સિલિન્ડર લે છે તો તેને 4400 રૂપિયા ચૂકવવા પડશે.

સલામત રહે દોસ્તાના હમારા / આ અઠવાડિયે રશિયા અને ભારત વચ્ચે થશે આ મોટી ડીલ

ઈન્ડિયન ઓઈલ, BPCL અને HPCLએ માહિતી આપી છે કે 5 કિલોના સિલિન્ડરની સિક્યોરિટી ડિપોઝિટ પણ 800 રૂપિયાથી બદલીને 1150 રૂપિયા કરવામાં આવી છે. તેની પાઇપ અને પાસબુક માટે નવા નિયમો હેઠળ અનુક્રમે 150 રૂપિયા અને 25 રૂપિયા ખર્ચવા પડશે.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ધરાવતા ગ્રાહકો તેમના કનેક્શન પર સિલિન્ડર ડબલ કરે છે, એટલે કે, જો તેઓ બીજું સિલિન્ડર લે છે, તો તેમણે વધેલી સુરક્ષા રકમ ચૂકવવી પડશે. નવા કનેક્શન રેગ્યુલેટર માટે ગ્રાહકોને હવે 150 રૂપિયાના બદલે 250 રૂપિયા ખર્ચવા પડશે.