ટેકનોલોજી/ સેમસંગના ફોનમાં એવું શું છે ખાસ કે iPhone 12ને પાછળ છોડીને આ મામલામાં રહ્યો ટોપ પર…

તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા કે કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની એપલે સાઉથ કારિયન સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગને હરાવીને વિશ્વની ટોપ સ્માર્ટફોન વેન્ચરનો ખિતાબ જીત્યો છે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલીવાર હતું જ્યારે એપલે સેમસંગના સ્માર્ટફોન માર્કેટને હરાવી દીધુ હતું. હવે સમાચાર આવ્યા છે કે સેમસંગે એપલના ફોનને આ મામલામાં પાછળ છોડી દીધુ છે. અને તે 5જી […]

Tech & Auto

તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા કે કેલિફોર્નિયાની દિગ્ગજ કંપની એપલે સાઉથ કારિયન સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગને હરાવીને વિશ્વની ટોપ સ્માર્ટફોન વેન્ચરનો ખિતાબ જીત્યો છે. છેલ્લા ચાર વર્ષમાં આ પહેલીવાર હતું જ્યારે એપલે સેમસંગના સ્માર્ટફોન માર્કેટને હરાવી દીધુ હતું. હવે સમાચાર આવ્યા છે કે સેમસંગે એપલના ફોનને આ મામલામાં પાછળ છોડી દીધુ છે. અને તે 5જી સ્પીડનો મામલો છે. મોબાઈલ એનાલિટિક્સ કંપની ઓપનસિગ્નલના રિપોર્ટમાં તે બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર સેમસંગ ડિવાઇસને 5જી નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં આવે તો તેને સૌથી વધુ ડાઉનલોડ સ્પીડ પ્રાપ્ત કરી હતી.

Samsung Galaxy S20 Plus deal: get 160GB data with NO upfront cost on O2 | T3

સેમસંગનો આ ફોન સૌથી આગળ
ઓપન સિગ્નલના અહેવાલ મુજબ, યુ.એસમાં આઇફોન 12 યૂઝર્સ સેમસંગના 5જી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યૂઝર્સની તુલનામાં 18 ટકા નીચી 5 જી ડાઉનલોડ ગતિ ધરાવે છે. સેમસંગનો ફોન શ્રેષ્ઠ 5જી ડાઉનલોડ સ્પીડ મેળવવામાં સૌથી આગળ રહ્યો હતો. ટોપ 25ની યાદીમાં સેમસંગ ગેલેક્સી એસ 21 બેસ્ટ 5જી ડિવાઇસ હતી. સેમસંગ ડિવાઇસની સરેરાશ 5જી ડાઉનલોડ સ્પીડ 54 એમબીપીએસ હતી, જ્યારે 4 જી ડાઉનલોડ સ્પીડ 34 એમબીપીએસ હતી. ત્યારબાદ વનપ્લસની 53.1 એમબીપીએસની સરેરાશ 5જી ડાઉનલોડિંગ સ્પિડ હતી. ટોપની 25 યાદીમાં, સેમસંગ નોટ 10 + 5 જી, સેમસંગ એસ 21 અલ્ટ્રા 5 જી એસ 20 5જી, સેમસંગ એસ 21 + 5જી, સેમસંગ ઝેડ ફ્લિપ 5જી, સેમસંગ નોટ 20 અલ્ટ્રા, સેમસંગ એસ 20 અલ્ટ્રા 5જી સામેલ છે.

હોન્ડાએ રજૂ કરી શાનદાર ઓફર, આ મોડલ્સની ખરીદી પર મળશે 5000 રુપિયાનું કેશબેક

Apple introduces iPhone 12 Pro and iPhone 12 Pro Max with 5G - Apple

5જી સ્પીડનો મામલો

અહેવાલમાં જણાવાયું છે કે વનપ્લસ બાદ ગૂગલ 52.2 એમબીપીએસની સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે ત્રીજા ક્રમે છે. એલજીનો ફોન ચોથા નંબર હતો, જેમાં ડાઉનલોડિંગ સ્પીડ 47.9 એમબીપીએસ અને 4 જી સ્પીડ 28.9 એમબીપીએસ હતી. ત્યારબાદ એપલના આઇફોન 12 નો નંબર આવે છે, જે 5 જીમાં 44.5 એમબીપીએસની ડાઉનલોડિંગ સ્પીડ અને સરેરાશ 4 જી ડાઉનલોડ સ્પીડ 18.9 એમબીપીએસ છે.