India vs England 1st T20/ ભારતની ખરાબ શરુઆત, રાહુલ, કોહલી, ધવન અને પંત પણ આઉટ, 48 રનમાં 4 વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝની શરુઆત આજથી થઇ ગઇ છે. ભારતે 4 વિકેટના ભોગે 48 રન કર્યા છે. પંત 21 રન બનાવીને આઉટ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારત તરફથી કે.એલ.રાહુલ અને શિખર ધવને ઓપનિંગ કર્યું હતું. રોહિત શર્માને […]

Top Stories

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝની શરુઆત આજથી થઇ ગઇ છે. ભારતે 4 વિકેટના ભોગે 48 રન કર્યા છે. પંત 21 રન બનાવીને આઉટ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારત તરફથી કે.એલ.રાહુલ અને શિખર ધવને ઓપનિંગ કર્યું હતું. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.

ભારતની શરુઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઓવર જોફ્રા આર્ચરે નાખી હતી જેના બીજા જ બોલે રાહુલ માત્ર એક રન બનાવીને બોલ્ડ થઇ ગયો હતો. ત્રીજી ઓવરમાં સ્પીનર રાશિદે ભારતને બીજો ઝટકો આપ્યો. કોહલી ખાતુ ખોલ્યા વગર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ ધવન પણ માર્ક વૂડનો શિકાર બન્યો હતો. ધવને 4 રન કર્યા હતા. હાલ શ્રેયષ ઐયર ક્રિઝ પર છે.