દેશભરમાં કરવામાં આવી રહેલી ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને શહેરની બિલ્ડર લોબીમાં સોપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ, IT વિભાગ દ્વારા શહેરના અનેક બિલ્ડર ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં દિપક ઠક્કર, યોગેશ પુજારા તેમજ કે મહેતા ગ્રૂપ સહિતના અનેક ગ્રુપો IT ની નજરમાં આવી ગયા છે.
આ પણ વાંચો :ભાવનગર / પાલિતાણામાં 3 લોકો તણાયા, માતાનો બચાવ, બે બાળકો પાણીમાં ગરકાવ
IT વિભાગ દ્વારા શહેરના 30થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી ચલાવાઈ રહી છે, જ્યાં શહેરના બોડકદેવ,થલતેજ, સ્વસ્તિક ચાર રસ્તા,ઘાટલોડિયા, આંબલી રોડ,નવરંગપુરા વિસ્તારમાં ITનાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત IT વિભાગે આંબલી બોપલ રોડ વિસ્તારોમાં પણ તવાઈ કરવામાં આવી છે, જેનાથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો પડી ગયો છે.
આ પણ વાંચો :AMC / ભાદરવામાં રોગચાળાનો ભરડો, કોર્પોરેશન હરકતમાં આવ્યું
કોને કોને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા?
- વડોદરીયા મનોજભાઈ ભૂપતભાઈ
- કિરણભાઈ ભૂપતરાઈ વડોદરીયા
- શૈલેષભાઈ ભૂપતભાઈ વડોદરીયા
- નિલા સ્પેસ લિમિટેડ
- વાસુભૂતિ માર્કેટિંગ લિ.
- વેદ ટેક્નોસર્વ ઈન્ડિયા પ્રા.લિ
- રાજેશભાઈ ભૂપતભાઈ વડોદરીયા
- અશોકકુમાર રામદયાલચંદ ભંડારી
- વાસંતીબેન જગદીશ પાવરા
- જગદીશ ગોવિદભાઈ પાવરા
- પ્રશાંત હિંમતભાઈ સરખેડી
- શીતલ ચુનીલાલ ઝાલા
- બાગમાર નિલા પ્રોજેક્ટ્સ
- યોગેશ કનૈયાલાલ પુજારા
- દિપક અજીતકુમાર ઠક્કર
- મનોજ, કિરણ, શૈલેષ, રાજેશ વડોદરિયાને ત્યાં દરોડા
- અશોક ભંડારી, જગદીશ પાવરા, શીતલ ઝાલાને ત્યાં દરોડા
- દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે
- કે.મહેતા ગ્રુપ પર પણ આવકવેરા વિભાગની તવાઈ
- શહેરમાં 24થી વધુ સ્થળે દરોડાની કામગીરી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગાઉ રાજકોટમાં પણ આઇટી વિભાગએ દરોડા પાડ્યા હતાં. જેમાં કોરોના મહામારી વચ્ચે બે વર્ષ બાદ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ રાખી 300 જેટલાં અધિકારીઓના કાફલા સાથે રાજકોટમાં જાણીતા આર.કે ગ્રુપ બિલ્ડર, ફાઇનાન્સર અને કોન્ટ્રાકટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુું. જેમાં બિન હિસાબી વ્યવહારો પણ સામે આવ્યાં હતાં. જો કે, 45 જેટલાં સ્થળોએ ચાલતા સર્ચ ઓપરેશનમાં પ્રથમ દિવસે જ 4 કરોડ જેટલી રોકડ રકમ, બિનહિસાબી વ્યવહારો અને કાચી ચીઠી દ્વારા થતા વ્યવહારો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
આ પણ વાંચો :શું કોરોના જતો રહ્યો / રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના માત્ર ૧૮ કેસ નોંધાયા
આ પણ વાંચો :હવે પાણીપુરી ખાતા પહેલા વિચારજો / રાજકોટ માં પાણીપુરીની દુકાનોમાંથી ખતરનાક બેક્ટેરીયા મળ્યા
આ પણ વાંચો :Golden Opportunity / MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM વિજય રૂપાણી
આ પણ વાંચો :ફાયરિંગ / મહેસાણાના પોલીસ હેડકવાર્ટરમાં કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો અને પછી જે થયું..
