AMC/ ભાદરવામાં રોગચાળાનો ભરડો, કોર્પોરેશન હરકતમાં આવ્યું

અમદાવાદમાં હાલ કોરોનાના કેસો તો નહિવત નોંધાય છે..પરંતુ ચોમાસામાં થતા પાણી જન્ય અને મચ્છર જન્ય રોગો વધી રહ્યા છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં હાલ કોરોનાના કેસો તો નહિવત નોંધાય છે..પરંતુ ચોમાસામાં થતા પાણી જન્ય અને મચ્છર જન્ય રોગો વધી રહ્યા છે.

વરસાદના કારણે મચ્છરોના બ્રિડિંગ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.સાથે વરસાદમાં ખાબોચિયા ભરવાના કારણે પણ મચ્છર જન્ય અને પાણી જન્ય રોગો વધ્યા છે..પરિણામે શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે.

અંકડાકીય માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષમાં મચ્છર જન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે..જેમાં સાદા મલેરિયાનાં 489 કેસો, ઝેરી મલેરિયાનાં 43 કેસો, ડેન્ગ્યુના 684 કેસો જ્યારે ચિકન ગુન્યાના 412 કેસો ચાલુ વર્ષ દરમિયાન નોંધાયા છે. આ વર્ષે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના રોગોમાં ધરખમ વધારો થયો છે. ઓગસ્ટ માસમાં જ ડેન્ગ્યુના 494 કેસો નોંધાયા છે અને ચિકન ગુનિયાના 210 કેસો નોંધ્યા છે. કોર્પોરેશન દ્વારા તમામ સરકારી, કોર્પોરેશન સંચાલિત અને ખાનગી હોસ્પિટલોના આંકડાઓ માંથી રોગ ચાળા અંગે માહિતી આપી હતી. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના અંદાજે 50 જેટલા હોસ્પિટલોમાંથી રોગચાળા અંગે વિગતો આપી છે.

મચ્છર જન્ય રોગોની સાથે સાથે ચોમાસામાં પાણી જન્ય રોગોની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલ્ટીના સપ્ટેમ્બર મહિનામાં 41 કેસો સામે આવ્યા છે. કમળાના 39 કેસો જ્યારે ટાઈફોઇડના 69 કેસો સામે આવ્યા છે.

શહેરમાં પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોનું પ્રમાણ વધતા હવે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ સર્કિય થયો છે. રોગચાળાનું પ્રમાણ વધતા કોર્પોરેશન દ્વારા IRS એક્ટિવિટીના ભાગરૂપે તળાવના સફાઈની કામગીરી તેમજ ફોગીગની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા અવેરનેસ એક્ટિવિટી શરુ કરવામાં આવી રહી છે. સાથે સાથે સ્લમ વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા એવરનેસ એક્ટીવીટી કરવામાં આવી રહી છે. ગર્ભગતી મહિલાઓ માટે નિઃશુલ્ક મચ્છરદાની આપવાની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.