ભાવનગર જિલ્લાનાં પાલિતાણામાં ત્રણ લોકો તણાયા હોવાનું સામે આવ્યું છે.મોટી રાજસ્થળી રોડ પરથી માતા એક્ટિવા લઈને દીકરા અને દીકરીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા.આ દરમિયાન રસ્તા પર આવેલા કોઝવે પરથી પસાર થતી વખતે ત્રણે એક્ટિવા સહિત તણાયા હતા. આ ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો.જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે.
આ પણ વાંચો :ભાદરવામાં રોગચાળાનો ભરડો, કોર્પોરેશન હરકતમાં આવ્યું
નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરાઇ છે. ઘટનાને લઈને સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો પણ આ બચાવ કાર્યમાં જોડાયા છે. રાજસ્થળી રોડ પર શિતળા માતાજીના મંદિર નજીક આ ઘટના હતી.
ઉલ્લેખનીય છે કે, ભાવનગરના વલભીપુરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર ના સિહોર અને ઉમરાલા વિસ્તારમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના માત્ર ૧૮ કેસ નોંધાયા
રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. પાંચ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પંથકમા પણ માધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા પધાર્યા છે. ત્યારે નિરાશ થયેલા ખેડૂતોમાં ફરી આશાનો સંચાર થયો છે. ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આંશિક રાહત થઈ છે.
આ પણ વાંચો :સોમનાથ મંદિરમાં ભક્તો હવે 4-D ટેક્નોલોજી દ્વારા સ્વયં શિવલિંગ પર જળાભિષેક કરી શકશે
આ પણ વાંચો :મહેસાણાના પોલીસ હેડકવાર્ટરમાં કર્મચારી પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો અને પછી જે થયું..
આ પણ વાંચો :MSME એકમોને હવે એમેઝોન સાથે મળીને વર્લ્ડ માર્કેટમાં પહોચવાની મળશે તક : CM વિજય રૂપાણી
