Ahmedabad News/ અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટના નામે ₹1.85 લાખની સાયબર ઠગાઈ, વેપારી બન્યા શિકાર

અમદાવાદના કાલુપુરમાં વેપારી સાથે ICICI બેંકના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડ (ICICI Credit Card Scam) રિવોર્ડ પોઇન્ટ અપાવવાના બહાને ₹1.85 લાખની સાયબર ઠગાઈ કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
ICICI Credit Card Scam: અમદાવાદના વેપારીના ખાતામાંથી ₹1.85 લાખ ઉપડી ગયા

Ahmedabad News: શહેરમાં સાયબર ઠગાઈના બનાવો સતત વધી રહ્યા છે. હવે કાલુપુર વિસ્તારમાં કપડાના વેપારી સાથે ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટ અપાવવાના બહાને ₹1.85 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. અજાણી યુવતીએ પોતે ICICI બેંકના ક્રેડિટ કાર્ડ (ICICI Credit Card Scam) વિભાગમાંથી બોલતી હોવાનો દાવો કરી વેપારી પાસેથી વ્યક્તિગત માહિતી અને OTP મેળવી ફ્રોડ આચર્યો હતો. આ મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સાયબર છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

‘4000 રિવોર્ડ પોઇન્ટ’ આપવાની વાત કરી વિશ્વાસ જીત્યો

ફરિયાદ મુજબ, કાલુપુરમાં કપડાની દુકાન ચલાવતા નારણ પુરોહિતને એક અજાણી યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ પોતે ICICI બેંકના ક્રેડિટ કાર્ડ (ICICI Credit Card Scam) વિભાગમાંથી બોલતી હોવાનું જણાવી કહ્યું કે તેમના ક્રેડિટ કાર્ડ પર 4,000 રિવોર્ડ પોઇન્ટ ઉપલબ્ધ છે અને તે મેળવવા માટે એક સરળ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.વેપારીએ વાત પર વિશ્વાસ કરતાં યુવતીએ તેમને એક ઓનલાઈન લિંક મોકલી હતી.

ICICI Credit Card Scam: લિંકમાં વિગતો ભરી, OTP આપતા થઈ ઠગાઈ

યુવતી દ્વારા મોકલાયેલી લિંક ખોલ્યા બાદ વેપારીને વિવિધ વિગતો ભરવાનું કહેવામાં આવ્યું હતું.વેપારીએ તેમાં પાન કાર્ડ નંબર, આધાર કાર્ડની માહિતી, ઈ-મેલ, સરનામું અને મોબાઇલ નંબર સહિતની વિગતો દાખલ કરી હતી.ત્યારબાદ મોબાઇલ પર આવેલ OTP પણ તેમણે પ્રક્રિયાનો ભાગ માનીને દાખલ કરી દીધો હતો.OTP સબમિટ કર્યા બાદ તેમનો મોબાઇલ ફોન થોડા સમય માટે હેંગ થઈ ગયો હતો.

મેસેજ આવતા ખુલ્યો ફ્રોડનો ભાંડો

થોડી જ વારમાં વેપારીને બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનના મેસેજ મળ્યા, જેમાં તેમના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹1.85 લાખ ડેબિટ થયાની માહિતી હતી.આ ઘટનાથી ગભરાયેલા વેપારીએ તરત જ પોતાના ભાણિયા કુલદીપનો સંપર્ક કર્યો.કુલદીપે તપાસ કરતાં સમગ્ર ઘટના સાયબર ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું.

કાલુપુર પોલીસે તપાસ શરૂ કરી

ઘટના બાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે અજાણ્યા આરોપી સામે સાયબર છેતરપિંડીનો ગુનો નોંધી મોબાઇલ નંબર, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અન્ય ટેક્નિકલ વિગતોના આધારે તપાસ શરૂ કરી છે.

આવી સાયબર ઠગાઈથી બચવા શું કરશો?

સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ:

કોઈપણ બેંક ફોન પર OTP, CVV અથવા કાર્ડની ગોપનીય માહિતી માંગતી નથી.

અજાણી લિંક પર ક્લિક કરીને વ્યક્તિગત માહિતી ભરવી નહીં.

રિવોર્ડ પોઇન્ટ અથવા KYC અપડેટના નામે આવતાં કોલની સત્તાવાર બેંક હેલ્પલાઇન પર ખાતરી કરો.

શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો તરત જ કાર્ડ બ્લોક કરાવો અને 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરો.


આ પણ વાંચો:ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય

આ પણ વાંચો:મહિલા પ્રોફેસર સાથે મેટ્રોમોનિયલ સાઇટ પર મિત્રતા બાદ 13.37 લાખ રૂપિયાની સાયબર ઠગાઈ

આ પણ વાંચો:IPO એલોટમેન્ટના નામે ₹69.63 લાખની સાયબર ઠગાઈ, ગાંધીનગરની મહિલા લેબ ટેકનિશિયન ઈન્સ્ટાગ્રામ જાહેરાતમાં ફસાઈ