સરકારે સામાન્ય માણસની સુવિધા માટે શૌચાલય તો બનાવ્યા. સારામાં સારી યોજના લાવીને સ્વચ્છ ભારત માટે વિકાસલક્ષી કાર્ય કરવાનું જાહેર કર્યું પરંતુ તે જ સરકારના કેટલાક અધિકારીઓના વાંકે સામાન્ય નાગરિક અનેક સુવિધાઓથી વંચિત રહે છે. તાજેતરમાં બનાસકાંઠાના ડીસા તાલુકાનાં ગેનાજી ગોલિયાં ગ્રામ પંચાયતમાં શૌચાલય કોભાંડ આચારાયું હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગત અનુસાર અહીં મૃતકોના નામે ખોટા રેકર્ડ પર શૌચાલય બનાવ્યાંનું કૌભાંડ સામે આવ્યું છે.આ સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.જાગૃત ગ્રામજનોએ જિલ્લાના વિકાસ અધિકારીને રજુઆત કરતા જિલ્લાના વિકાસ અધિકારી એ આપ્યા આ મામલે તપાસના આદેશ આપ્યાં છે. એટલું જ નહીં તપાસમાં ગેરરીતિ જણાતા જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપવાની ફરજ પડી છે. બનાસકાંઠા જિલ્લામાં શૌચાલય કૌભાંડ વાસ્તવમાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે કલંકજનક વાત છે. આ કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં જ નથી. ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલયની તપાસ ના આદેશ આપ્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી સ્થળ પર જઈ આજે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જિલ્લાના વિકાસ અધિકારી એ આપ્યા આ મામલે તપાસના આદેશ આપ્યાં છે. એટલું જ નહીં તપાસમાં ગેરરીતિ જણાતા જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપવાની ફરજ પડી છે. આ આદેશને પગલે ગેનાજી ગોળીયા ગામમાં ગેરરીતિ આચરનાર કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી વિઝીટ કરવાની હોઈ જેના પગલે તમામ કૌભાંડ છુપાપવા સરપંચ તલાટી અને સખી મંડળના સંચાલક શૌચાલય બનાવાની કામગીરી શરૂ કરી હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદ આજરોજ જિલ્લા વિકાસ અધિકારી ની ટીમ આજે તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘મંતવ્ય ન્યૂઝ’નાં મહાઅભિયાનની પહેલને રાજયભરમાં ભવ્ય પ્રતિસાદ : ‘મંતવ્ય સાયક્લોથોન’માં જોડાયા હજારો લોકો
