Not Set/ કંગના રનૌતે શેર કરી સ્કૂલ યૂનિફોર્મમાં તસવીર, બોયકટ હેરમાં લાગી રહી છે ક્યુટ

કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. અભિનેત્રી ચાહકો સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના શાળાના દિવસો…

Entertainment
કંગના

અભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. અભિનેત્રી ચાહકો સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના શાળાના દિવસોની એક તસવીર શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તસવીરમાં કંગના સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે. બોયકટ હેરમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રી તેના મિત્ર સાથે ઉભી છે અને હસી રહી છે. તસવીર શેર કરતા કંગનાએ લખ્યું- ‘પર્વતોમાં હિલ વ્યૂ નામની એક નાની શાળા. વર્ષ 1998 હિમાચલ પ્રદેશ. ચાહકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :પ્રભાસે કરીના કપૂર ખાનના ઘરે મોકલાવી બિરયાની, એક્ટ્રેસે કહ્યું – બાહુબલીનું જમવાનું…

તે જ સમયે, કંગનાએ બાળપણની બીજી તસવીર પણ શેર કરી છે, જેમાં અભિનેત્રી ગુલાબી લહેંગામાં જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં કંગનાએ લખ્યું- ‘મને બીજી તસવીર મળી, સ્કૂલ પિકનિકથી મંદિર સુધીની સફર.’

જણાવી દઇએ કે રનૌત જલદી જ ફિલ્મ ‘ધાકડ’ માં જોવા મળશે, જોકે એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે, જેને રજનીશ ઘઇ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં ‘એજન્ટ અગ્નિ’ના રૂપમાં રનૌત જોવા મળશે. તેમની સાથે ફિલ્મમાં અર્જુન રામપાલ દિવ્યા દત્તા અને શારિબ હાશમી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર આધારિત છે. અભિનેતા અર્જુન રામપાલ ફિલ્મમાં વિલન બનેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :સોનમ કપૂરના જીવનમાં આવ્યું કોઈ ખાસ, કહ્યું- આ ફીલિંગ જણાવી નથી શકતી….

 ધાકડ’ ઉપરાંત, રનૌત પાસે બીજા ઘણા પ્રોજેક્ટ્સ રિલીઝ માટે તૈયાર છે. તો બીજી તરફ ઘણાનું શૂટિંગ પણ બાકી છે. પીરિયડ ડ્રામા ‘મર્ણિકર્ણિકા રિટર્ન્સ ધ લીજેન્ડ ઓફ દિદ્દા’ અને ‘તેજસ’ જેવી ફિલ્મોમાં  કંગના જોવા મળશે. ઇમરજન્સી અને ઇન્દીરા ગાંધી પર આધારિત ફિલ્મ પણ કંગના બનાવવાની છે. તો બીજી તરફ આખરીવાર તે ફિલ્મ ‘થલાઇવી’ માં જોવા મળી. આ ફિલ્મમાં તેમના પાત્રને લોકોએ પસંદ કર્યું.

આ પણ વાંચો :ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું – મારે કોઈ લેવાદેવા નથી