કપિલ શર્મા (Kapil Sharma) ના શોમાં તેની પત્નીનો રોલ કરનાર સુનોમા ચક્રવર્તી (Sumona Chakravarti) 34 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 24 જૂન 1988ના રોજ લખનૌમાં થયો હતો. સુમોનાએ આમિર ખાનની મન ફિલ્મથી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા વર્ષો પછી, તેણીએ ટીવી સીરીયલ કસમ સે સાથે નાના પડદા પર પ્રવેશ કર્યો. તેણીને તેની પ્રથમ સીરીયલથી જ ઓળખ મળી હતી પરંતુ તે લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માના શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શોથી ઘરે-ઘરે જાણીતી થઇ હતી. આ શોમાં તેણે ક્યારેક કપિલની પત્ની તો ક્યારેક ભૂરીનું પાત્ર ભજવ્યું. જો કે, તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે લગભગ 11 વર્ષથી એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારી સામે લડી રહી છે. આ વાતનો ખુલાસો તેણે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કર્યો છે. સુમોનાના અંગત જીવન વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે તે કાજોલના પિતરાઈ ભાઈ સમ્રાટ મુખર્જીને ડેટ કરી રહી છે. નીચે વાંચો સુમોના ચક્રવર્તીની બીમારી અને સમ્રાટ મુખર્જી સાથેના તેના સંબંધો પાછળનું સત્ય…
એક વર્ષ પહેલા સુનોમા ચક્રવર્તી દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેને એન્ડોમેટ્રિઓસિસ નામની બીમારી છે, જેના કારણે ગર્ભાશયમાં ઘણો દુખાવો થતો હતો. જોકે, તેણે કહ્યું હતું કે તે આ બીમારી સામે લડી રહી છે અને પોતાની જાતનું પણ ખાસ ધ્યાન રાખે છે.

વચ્ચે સમાચાર આવ્યા હતા કે સુમોના ચક્રવર્તી કાજોલના પિતરાઈ ભાઈ સમ્રાટ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે બંને વચ્ચે 8 વર્ષનો તફાવત છે. જો કે, એક ઈન્ટરવ્યુમાં સુમોનાએ કહ્યું હતું કે તેને તેના અંગત જીવન વિશે વાત કરવાનું પસંદ નથી.
સુમોના ચક્રવર્તીએ પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે જ્યારે પણ આવું કંઇક થશે ત્યારે તે પોતે જ તેની જાહેરાત કરશે. જો કે તેણે ઈન્ટરવ્યુમાં પોતાના અને સમ્રાટના સંબંધો વિશે વધારે વાત કરી ન હતી. જણાવી દઈએ કે સમ્રાટ કાજોલના કાકી રોનો મુખર્જીનો પુત્ર છે.

જણાવી દઈએ કે સુમોનાએ માત્ર 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મોની સાથે તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું. તેણે કબ ક્યૂં કૈસે, કસ્તુરી, બડે અચ્છે લગતે હૈ, સુન યાર ચિલ કર જેવી સિરિયલોમાં કામ કર્યું હતું.
લખનઉમાં ઉછરેલી સુનોમા ચક્રવર્તીરિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને સેક્સી છે. જો તમે તેના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો તો તે તેના બોલ્ડ અને સેક્સી ફોટાઓથી ભરપૂર છે. તેને શાનદાર જીવન જીવવું ગમે છે. આપને જણાવી દઈએ કે સુમોનાને ફરવાનો શોખ છે. કામમાંથી બ્રેક લઈને તે ઘણીવાર વેકેશન માટે જાય છે.

આપને જણાવી દઈએ કે સુમોના હાલ કપિલ શર્માની ટીમ સાથે પ્રવાસ પર છે. કપિલ શર્મા શો બંધ થઈ ગયો છે અને આખી ટીમ વિદેશ પ્રવાસ પર છે. આખી ટીમ ઘણી જગ્યાએ શોનું આયોજન કરશે. જો રિપોર્ટ્સનું માનીએ તો કપિલનો શો હવે ટીવીને બદલે OTT પર જોવા મળશે.
આ પણ વાંચો: PM મોદીને કલીનચીટ,સુપ્રીમ કોર્ટે SITના રિપોર્ટને ગ્રાહ્ય રાખીને ઝાકિયા જાફરીની અરજીને કરી ખારીજ
આ પણ વાંચો:જો કોરોનાની રસી ન હોત તો ગયા વર્ષે દેશમાં વધુ 42 લાખ લોકોના મોત થયા હોત
આ પણ વાંચો:રેડિસન બ્લુ હોટલમાં 56 લાખના રૂમમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના જલસા
