KKR vs RCB/ RCB ની વિરાટ સેનાને KKR એ 9 વિકેટથી હરાવી મેળવી શાનદાર જીત

IPL 2021 નાં ​​બીજા તબક્કાની બીજી મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી RCB એ ઇઓન મોર્ગનની આગેવાનીવાળી KKR ને નવ વિકેટે હરાવી શાનદાર જીત મેળવી છે.

Sports

IPL 2021 નાં ​​બીજા તબક્કાની બીજી મેચમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી RCB એ ઇઓન મોર્ગનની આગેવાનીવાળી KKR ને નવ વિકેટે હરાવી શાનદાર જીત મેળવી છે. પહેલા બેટિંગ કરતા RCB એ પોતાની તમામ વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા અને KKR ને જીતવા માટે માત્ર 93 રનનું લક્ષ્ય આપ્યું હતુ, ટીમે આ લક્ષ્ય દસ ઓવરમાં જ હાંસલ કર્યું અને મેચ જીતી લીધી.

આ પણ વાંચો – Domestic Cricketers / BCCI તરફથી ડોમેસ્ટિક ક્રિકેટની મેચ ફીમાં કરાયો વધારો, જાણો હવે ખેલાડીઓને કેટલી મળશે ફી

RCB માટે વિરાટ કોહલીની આ 200 મી મેચ હતી, પરંતુ તે આ મેચ જીતી શક્યો નહી. KKR માટે શુભમન ગિલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા, જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા વેંકટેશ 41 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, તે આઉટ થયો ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 82 રન હતો અને ટીમ જીતની આરે હતી. RCB માટે એકમાત્ર સારી બાબત એ હતી કે તેઓ દસ વિકેટથી હાર્યા ન હોતા. યુઝવેન્દ્ર ચહલે એકમાત્ર વિકેટ લીધી હતી. KKR નાં અત્યાર સુધી છ પોઇન્ટ છે અને ટીમ હવે સીધી પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. આ જીત સાથે ટીમ પ્લેઓફની રેસમાં આવી ગઇ છે. જોકે, તેને આગામી મેચ પણ જીતવી પડશે. વળી, RCB ની ટીમ હજુ ત્રીજા નંબરે છે. અગાઉ વરુણ ચક્રવર્તીએ 13 રનમાં ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા, જ્યારે આન્દ્રે રસેલે 9 રનમાં 3 વિકેટ લીધી હતી. અટેકિંગ બોલિંગનાં આધારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 19 ઓવરમાં 92 રન પર ઓલઆઉટ કરી શકી હતી.

આ પણ વાંચો – Pakistan Cricket / પાકિસ્તાન ક્રિકેટ માટે વધુ એક ખરાબ સમાચાર, ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ કર્યા બાદ આ બે પાડોશી દેશોએ પણ આ ઓફર ફગાવી દીધી હતી

આપને જણાવી દઇએ કે, ટોસ જીત્યા બાદ RCB નાં કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય તેની ટીમ માટે સારો સાબિત થયો ન હતો અને ઓપનિંગ કરવા આવેલો કેપ્ટન કોહલી પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. કેપ્ટન વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવા આવેલા દેવદત્ત પડ્ડિકલે ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ 20 બોલમાં ત્રણ ચોક્કાની મદદથી 22 રન બનાવી આઉટ થયો હતો. RCB માટે ડેબ્યૂ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન કેએસ ભારતનું બેટ પણ શાંત રહ્યું અને તેણે 19 બોલમાં એક ચોક્કાની મદદથી 16 રન બનાવ્યા. ટીમને ગ્લેન મેક્સવેલ અને એબી ડી વિલિયર્સ પાસેથી ઘણી અપેક્ષા રાખી હતી, પરંતુ બેમાંથી કોઈ બેટ્સમેન બેટિંગ કરી શક્યો ન હતો, મેક્સવેલ 10 અને એબી ડી વિલિયર્સ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. સચિન બેબી 7 રન અને વનિંદુ હસરંગા શૂન્ય પર આઉટ થયા હતા. કાયલ જેમીસને 4 રન અને હર્ષલ પટેલ 12, મોહમ્મદ સિરાજ 8 અને યુઝવેન્દ્ર ચહલ 2 રન બનાવી અણનમ રહ્યો હતો. વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલ સિવાય KKR તરફથી લોકી ફર્ગ્યુસને બે અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક વિકેટ લીધી હતી.