IPL 2024/ IPL આરંભ પહેલા વિવાદમાં, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને સોશિયલ મીડિયામાં અફવા બજાર ગરમ

IPL 2024 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) આરંભ પહેલા જ વિવાદમાં જોવા મળી. 22 માર્ચથી IPLની 17મી આવૃત્તિ શરૂ થશે.

Sports Top Stories

IPL 2024 (ઇન્ડિયન પ્રીમિયર લીગ) આરંભ પહેલા જ વિવાદમાં જોવા મળી. 22 માર્ચથી IPLની 17મી આવૃત્તિ શરૂ થશે. IPLની આ સિઝન વધુ રોમાંચક માનવામાં આવી રહી છે. આ સિઝનમાં અનેક ફ્રેન્ચાઈઝીમાં મુખ્ય ખેલાડીઓ વગર રમશે. IPL 2024 શરૂ થયા પહેલા જ સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને અફવાનું બજાર ગરમ રહ્યું. IPL માં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

સોશિયલ મીડિયામાં વિવાદ

મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા બાદ હવે સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. આ હોબાળો મોહમ્મદ શમીની પોસ્ટ પર કરવામાં આવેલી કોમેન્ટને કારણે થતો જોવા મળી રહ્યો છે. IPL 2024 શરૂ થવાના થોડા દિવસો પહેલા જ જ્યારે સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનો વિવાદ ખતમ થયો ન હતો, ત્યારે આ દરમિયાન હાર્દિક અને મોહમ્મદ શમી વચ્ચેના વિવાદના સમાચાર સામે આવ્યા હતા. જેના બાદ હાર્દિક પંડ્યા ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો છે.

હાર્દિક થયો ટ્રોલ

વાસ્તવમાં, જ્યારથી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે અને રોહિત શર્માની જગ્યાએ તેને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારથી હાર્દિક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. જોકે, હાર્દિક તમામ ટ્રોલર્સને અવગણીને આગળ વધ્યો છે. હાર્દિક હવે મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોડાઈને સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. વાસ્તવમાં, હાર્દિકને ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજા થઈ હતી. આ પછી હાર્દિકે સર્જરી કરાવી હતી અને તે ક્રિકેટના મેદાનથી દૂર હતો પરંતુ હવે પંડ્યા વાપસી કરવા માટે તૈયાર છે.

ધોનીની ફેસબુક પોસ્ટે ઉઠાવ્યા સવાલ

મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા સમય પહેલા ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે એક નવા રોલમાં જોવા મળવાનો છે. જેના બાદ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન હશે કે કેમ તેને લઈને અનેક અટકળો તેના પ્રશંસકો લગાવી રહ્યા છે. અનુમાન મુજબ ધોની કેપ્ટનશિપ છોડીને મેન્ટર અથવા કોચ બની શકે છે. ચેન્નાઈ ટીમના સુકાની પદના મોટા દાવેદારોમાં રુતુરાજ ગાયકવાડ સૌથી આગળ છે. તેમના સિવાય રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેને પણ અનુભવની દૃષ્ટિએ ટીમમાં દાવેદાર માનવામાં આવી શકે છે હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયનનો કેપ્ટન બનાવતા રોહિત શર્મા સાથે વિવાદ થયો હોવાનું મીડિયામાં સામે આવ્યું હતું.

IPL માં સ્ટાર ક્રિકેટરોની ગેરહાજરી

IPL 2024ની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં ડેવોન કોનવે અને મહેન્દ્રસિંહ ધોની, દિલ્હી કેપિટલમાં હેરી બ્રુક, ગુજરાત ટાઈટન્સમાં મોહમ્મદ શમી, કોલકાતા નાઈટ રાઈડર્સમાં જેસન રોય અને ગુસ એટકિન્સન, રાજસ્થાન રોયલ્સમાં ક્રિષ્ના જેવા ધુરંધર ખેલાડીઓની ગેરહાજર રહે તેવી શકયતા છે. IPL 2024 શરૂ થતા પહેલા જ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, મોહમ્મદ શમી, હાર્દિક પંડયા જેવા દિગ્ગજ ક્રિકેટરોની હાજરી અને ગેરહાજરીને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ accident case/અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની