આધાર કાર્ડને લઇને એક ખાસ અપડેટ આવી છે. હવે યૂઝર પોતાના આધાર કાર્ડને ફેસ ઑથેન્ટિકેશન મારફતે પણ ડાઉનલોડ કરી શકે છે. જાણો, ફેસ ઑથેન્ટિકેશન મારફતે આધાર કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.

-આ રીતે ડાઉનલોડ કરો
– સૌથી પહેલા તો તમારે ગૂગલ પર UIDAI સર્ચ કરવાનું હોય છે. ત્યારબાદ તમને UIDAIની વેબસાઇટ પર જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું છે.
– એકવાર UIDAIની વેબસાઇટ પર ગયા બાદ તમને એક નવું પેજ મળશે, અહીં તમને કેટલાય પ્રકારના ઑપ્શન જોવા મળશે. જ્યારે તમે પેજ પર નીચે તરફ જશો તો તમને Get Aadhaar Card અને Update Aadhaar Card ઑપ્શન મળશે.
– Get Aadhaar Card ના ઑપ્શન પર તમને એક વધુ ઑપ્શન મળશે, ડાઉનલોડ આધાર કાર્ડ પર ક્લિક કરો. ત્યારબાદ તમે એક નવા પેજ પર જશો. આ પેજ પર તમને આધાર કાર્ડના વિકલ્પ હેઠળ ફેસ ઑથેન્ટિકેશનનો વિકલ્પ મળશે.
– ફેસ ઑથેન્ટિકેશન પર ક્લિક કરતા પહેલા તમે તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને સાથે જ કેપ્ચા પણ દાખલ કરો. આ તમામ દાખલ કર્યા બાદ તમે ફેસ ઑથેન્ટિકેશન પર ક્લિક કરો. જેવું જ તમે ક્લિક કરો છો તો તમને એક ઇન્સ્ટ્રક્શન પેજ જોવા મળશે, જેમાં તમારે ધ્યાન આપવાનું હશે કે તમારે ફેસ ઑથેન્ટિકેશનની સામે પોતાની ફોટો કેવી રીતે ક્લિક કરવાની છે. ત્યારબાદ તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે.
– ત્યારબાદ તમારો કેમેરા ખુલી જશે. રોશનીનું ધ્યાન રાખતા તમે કેમેરાની સામે પોતાનો ચહેરો લાઓ અને વેબસાઇટ ઑટોમેટિકલી ફોટો ક્લિક કરશે. જેવું યૂઝરની ફોટો ક્લિક થશે ત્યારબાદ આધાર ડાઉનલોડ થઇ જશે.
