Not Set/ બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવ્યું, જોન બેરિસ્ટોની સદી, કૃષ્ણાની બે વિકેટ

ભારતે ટોસ હારને પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 336 રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે માત્ર 4 વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં જ આ વિશાળકાય સ્કોરને ચેઝ કર્યો હતો.

Top Stories Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતની હાર થઇ છે. પુણેમાં રમાયેલી આ વન-ડેમાં ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 336 રન કર્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડે માત્ર 4 વિકેટ ગુમાવીને 43.3 ઓવરમાં જ આ વિશાળકાય સ્કોરને ચેઝ કર્યો હતો.

ભારત તરફથી પ્રથમ બેટિંગમાં સૌથી વધુ સ્કોર કે.એલ.રાહુલે કર્યો હતો. રાહુલે 114 બોલમાં 108 રન કર્યા હતા. આજની વન-ડેમાં સૂર્યકુમાર યાદવના બદલે રિષભ પંતને તક મળી હતી. જેનો ફાયદો ઉઠાવતા પંતે માત્ર 40 બોલમાં 77 રન કર્યા હતા. કપ્તાન વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડ તરફથી શાનદાર શરુઆત કરવામાં આવી હતી. જોન બેરિસ્ટોએ 112 બોલમાં 124 રન કર્યા હતા.  જેમાં તેણે 7 છગ્ગા માર્યા હતા. જ્યારે સ્ટોક્સે 10 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે માત્ર 52 બોલમાં 99 રન કર્યા હતા. ભારત તરફથી દરેક બોલર ખર્ચાળ સાબિત થયા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ 58 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.  જ્યારે ભુવનેશ્વર કુમારને 1 વિકેટ મળી હતી. ભારતના બન્ને સ્પિનરે વધારે રન લૂંટાવ્યા હતા. કુલદીપ યાદવે 10 ઓવરમા 84 રન જ્યારે કૃણાલ પંડ્યાએ 6 ઓવરમાં 72 રન આપ્યા હતા. હવે સીરિઝ 1-1થી બરોબર થઇ ગઇ છે.