આજે સમગ્ર દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. સમગ્ર દેશ આજે દેશભક્તિનાં રંગમાં રંગાઇ ગયો છે. લાલ કિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. લાલ કિલ્લાની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વડાપ્રધાન મોદી થોડીવારમાં ધ્વજ ફરકાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. અહીં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ડો.અજય કુમારે લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું.
Delhi: Prime Minister Narendra Modi begins his address on #IndependenceDay2021, from the ramparts of the Red Fort. pic.twitter.com/B2rVf4G2FY
— ANI (@ANI) August 15, 2021
લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું. આ પછી PM મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો. લાલ કિલ્લા પર પ્રથમ વખત ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. PM મોદી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. લાલ કિલ્લાનાં પ્રાચીર પર દેશવાસીઓને સંબોધતા PM મોદીએ સૌપ્રથમ દેશનાં તમામ મહાપુરુષોને યાદ કર્યા હતા.
આ પણ વાંચો – આઝાદીનું જશ્ન / 75માં સ્વાતંત્ર્ય દિને PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
PM મોદીએ આ સમયે કોરોના વોરિયર્સને યાદ કરતા તેમના કામનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, કોવિડ દરમિયાન, આપણા ડોકટર્સ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સ્વચ્છતા કામદારો, રસીઓ વિકસાવતા વૈજ્ઞાનિકો અને સેવાની ભાવના સાથે કામ કરી રહેલા કરોડો નાગરિકો – આ સમયગાળા દરમિયાન અન્યની સેવા કરવા માટે દરેક ક્ષણ કાઠ્યો તે તમામ આપણા પ્રશંસાનાં પાત્ર છે.
During COVID, our doctors, nurses, paramedical staff, sanitation workers, scientists who were developing vaccines & crores of citizens who were working with a sense of service -all those who devoted every moment to serve others in this period, deserve our appreciation: PM Modi pic.twitter.com/gufCd1fHOo
— ANI (@ANI) August 15, 2021
અમે 14 મી ઓગસ્ટને વિભાજન દરમિયાન ભારતનાં લોકોની પીડા અને વેદનાને સન્માનિત કરવા માટે વિભાજન ભયાવહ સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે: PM મોદી
We have taken a decision to observe August 14 as Partition Horrors Remembrance Day, to honour the pain and sufferings faced by the people of India during the partition: PM Modi pic.twitter.com/JdWCUNy7Zl
— ANI (@ANI) August 15, 2021
ભારતીયોએ ખૂબ જ ધીરજથી આ લડાઈ (કોવિડ) લડી છે. અમારી સામે ઘણા પડકારો હતા પરંતુ અમે દરેક ક્ષેત્રમાં અસાધારણ ઝડપ સાથે કામ કર્યું. તે આપણા ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની તાકાતનું પરિણામ છે કે આજે ભારતને રસી માટે અન્ય કોઇ દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી: PM મોદી
Indians have fought this battle (COVID) with a lot of patience. We had many challenges but we worked with extraordinary pace in every area. It's a result of strength of our industrialists & scientists, that today India doesn't need to depend on any other nation for vaccines: PM pic.twitter.com/BI8H60fZBI
— ANI (@ANI) August 15, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં જે ખેલાડીઓએ આપણને ગૌરવ અપાવ્યું છે તે આજે આપણી સાથે છે. હું આજે રાષ્ટ્રને તેમની સિદ્ધિની પ્રશંસા કરવા વિનંતી કરું છું. તેમણે આપણું દિલ જ જીત્યું નથી પણ આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપી છે: PM મોદી
આ પણ વાંચો – તાલિબાનોનો ભય / તાલીબાનનો અફઘાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર કબ્ઝો
The athletes who have made us proud at Tokyo Olympics are here amongst us today. I urge the nation to applaud their achievement today. They have not only won our hearts but also inspired future generations: PM Modi pic.twitter.com/bazehE3KSK
— ANI (@ANI) August 15, 2021
લાલ કિલ્લા પર PM મોદીએ કહ્યુ કે, અમે ગર્વથી કહી શકીએ છીએ કે, આજે ભારતમાં સૌથી મોટો COVID-19 રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અત્યાર સુધી 54 કરોડથી વધુ લોકોને રસીનો ડોઝ મળ્યો છે.
We can proudly say that the largest COVID19 vaccination program is being run in India today. More than 54 crore people have received vaccine doses so far: PM Modi at Red Fort#IndiaAt75 pic.twitter.com/5V45a8QEFX
— ANI (@ANI) August 15, 2021
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, દરેક દેશની વિકાસ યાત્રામાં એક સમય આવે છે જ્યારે તે રાષ્ટ્ર પોતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે, જ્યારે તે નવા સંકલ્પો સાથે આગળ વધે છે. આજે તે સમય ભારતની વિકાસયાત્રામાં આવી ગયો છે.
A time comes in the development journey of every country when that nation defines itself from a new end, when it takes itself forward with new resolutions. Today, that time has come in India's development journey: PM Narendra Modi #IndependenceDay pic.twitter.com/AzCWtPf8IA
— ANI (@ANI) August 15, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સબકા સાથ, સબકા વિકાસનો નારો આપ્યો અને કહ્યું કે જો લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે સબકા સાથ અને સબકા વિકાસ સાથે આગળ વધવું પડશે.
'Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayaas' is very important for the achievement of all our goals: Prime Minister Narendra Modi
(Photo source: DD News) pic.twitter.com/Oi1x3fbVA7
— ANI (@ANI) August 15, 2021
વડાપ્રદાન મોદીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં શરૂ થયેલી અનેક યોજનાઓનાં લાભો કરોડો ગરીબોનાં ઘર સુધી પહોંચ્યા છે. ઉજ્જવલાથી આયુષ્માન ભારત સુધી દેશનાં ગરીબો તેમની (યોજનાઓ) તાકાત જાણે છે. આજે સરકારી યોજનાઓએ વેગ પકડ્યો છે અને તેમના લક્ષ્યો સુધી પહોંચી રહી છે.
Benefits of many schemes that started in the last 7 years have reached the doorsteps of crores of poor. From Ujjwala to Ayushman Bharat, the poor of the nation knows their (schemes') strength. Today, govt schemes have picked up pace & are reaching their goals: PM Narendra Modi pic.twitter.com/0Gp89ALXJK
— ANI (@ANI) August 15, 2021
દેશને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, 21 મી સદીમાં નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે ભારતની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે, આપણે જે વર્ગ પાછળ છે, જે પ્રદેશ પાછળ છે, તેનો હાથ પકડવો પડશે.
It is essential to fully utilise the capabilities of India to take it to new heights, in the 21st century. For this, we have to hold hands of the section that is lagging behind, the area that is lagging behind: PM Narendra Modi#IndependenceDay pic.twitter.com/5hTmgBnNeh
— ANI (@ANI) August 15, 2021
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિકાસ સર્વસમાવેશક હોવો જોઈએ. પૂર્વોત્તર ક્ષેત્ર, જમ્મુ -કાશ્મીર, લદ્દાખ, દરિયાકાંઠાનો વિસ્તાર અને આદિવાસી ક્ષેત્ર સહિત હિમાલયનો પ્રદેશ ભવિષ્યમાં ભારતનાં વિકાસનો પાયો રચશે.
Development should be inclusive. The Northeast region, the Himalayan region including Jammu and Kashmir, Ladakh, the coastal belt and tribal regions will make a foundation for India's development in the future: PM Modi on Independence Day pic.twitter.com/kK9kKsyfb1
— ANI (@ANI) August 15, 2021
જમ્મુ-કાશ્મીર અંગે વડાપ્રદાન મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પંચની રચના કરવામાં આવી છે અને ભવિષ્યની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.
Delimitation Commission has been constituted in Jammu and Kashmir and preparations are on for assembly elections in the future: PM Modi during his Independence Day speech pic.twitter.com/c5mshCfZIM
— ANI (@ANI) August 15, 2021
PM મોદીએ કહ્યું કે, મૂળભૂત સુવિધાઓની કાળજી લેવા ઉપરાંત દલિત, પછાત, આદિવાસી, સામાન્ય વર્ગનાં આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત લાગુ કરવામાં આવ્યુ હતુ. તાજેતરમાં, ઓબીસીને અખિલ ભારતીય ક્વોટા હેઠળ તબીબી શિક્ષણમાં અનામત આપવામાં આવ્યુ હતુ. રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
Besides caring about basic facilities, reservation for Dalits, backwards, tribals, economically weak sections of general category. Recently reservation was granted to OBCs, under all-India quota, in medical education. States have been granted right to make their own OBC lists: PM
— ANI (@ANI) August 15, 2021
PM મોદીએ કહ્યું કે, આજે આપણે જોઈએ છીએ કે, આપણા ગામો ઝડપથી બદલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડાઓમાં રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પહોંચી છે. આજે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ગામડાઓને ડેટા પાવર આપી રહ્યું છે, ઇન્ટરનેટ ત્યાં પહોંચી રહ્યું છે. ગામડાઓ પણ ડિજિટલ થઈ રહ્યા છે.
Today we see our villages changing rapidly. In past few yrs, facilities like road & electricity have reached villages. Today, optical fiber network is providing the power of data to villages, internet is reaching there. Digital entrepreneurs are getting ready in villages too: PM pic.twitter.com/uMnT8K8nCR
— ANI (@ANI) August 15, 2021
ખેડૂતોને સંબોધતા PM મોદીએ કહ્યું કે, આવનારા વર્ષોમાં આપણે દેશનાં નાના ખેડૂતોની સામૂહિક શક્તિ વધારવી પડશે. આપણે તેમને નવી સુવિધાઓ આપવી પડશે. તેમણે દેશનું ગૌરવ બનવું જોઈએ.
In the coming years, we will have to increase the collective power of the small farmers of the country. We have to give them new facilities. They must become the country's pride: PM Modi at Red Fort pic.twitter.com/oPT8e5eVza
— ANI (@ANI) August 15, 2021
વડાપ્રદાન મોદીએ કહ્યું કે, ટૂંક સમયમાં દેશની ‘પ્રધાનમંત્રી ગતીશક્તિ યોજના’ જાહેર કરવામાં આવશે, તે 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના હશે જે લાખો યુવાનો માટે રોજગારની તકો લાવશે. આ દેશ માટે માસ્ટરપ્લાન હશે જે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પાયો નાખશે.
In the coming days, we will launch PM Gati Shakti Plan, a 100 lakh crore national infrastructure master plan which will make a foundation for holistic infrastructure and give an integrated pathway to our economy: PM Modi at Red Fort pic.twitter.com/m0MsHUpC0H
— ANI (@ANI) August 15, 2021
ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશને સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપતા PM મોદીએ કહ્યું કે, 75 માં સ્વતંત્રતા દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સ્વતંત્રતાનાં અમૃતમાં, દેશવાસીઓમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર કરો. જય હિન્દ!
