- સરકારે રૂ. 2,000ની નોટ પાછી ખેંચી
- 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે
- એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે
- 4 વર્ષથી નથી છપાઈ 2000ની નોટ
- હવે સર્ક્યુલેશનમાંથી પણ બહાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે. પરંતુ આ નિર્ણય કેવી રિતે ખોટો છે તે જાણીશું આ અહેવાલમાં
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016માં જારી કરવામાં આવી હતી. તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાની નોટો 2018-2019માં છપાવાની બંધ થઈ હતી. એ સિવાય આરબીઆઈએ કહ્યું કે લગભગ 89 ટકા 2000 રૂપિયાની નોટો માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને હવે તે ચાર કે પાંચ વર્ષનું પોતાનું આયુષ્ય પૂરી કરવા જઈ રહી છે. આરબીઆઈ અનુસાર 2000 રૂપિયાની 89 ટકા નોટો માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી.

આ નોટોનું સર્વાધિક સર્ક્યુલેશન 31 માર્ચ 2018માં .73 લાખ કરોડ હતું.કેન્દ્રીય બૅન્કનું કહેવું હતું કે આ નોટો સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન માટે વપરાતી પણ ન હતી. 8 નવેમ્બર, 2016 રાત્રે 8 વાગ્યે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીવી પર આવ્યા. દેશને આપેલા ભાષણમાં તેમણે કહ્યું કે 1000 અને 500ની નોટો રાતે 12થી ચલણમાંથી બહાર થઈ જશે. તેમની એક જાહેરાત સાથે, 86% નોટ એટલે કે રૂ. 15.44 લાખ કરોડની નોટો માત્ર ચાર કલાકમાં ચલણમાંથી બહાર થઈ ગઈ હતી.
જૂની નોટો બંધ થવાને કારણે અચાનક ચલણની જરૂરિયાત વધી ગઈ અને રિઝર્વ બેંકે RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ 2 હજાર રૂપિયાની નોટ છાપવાનું શરૂ કર્યું. આનાથી ચલણની અછત તો દૂર થઈ, પરંતુ નવી સમસ્યા ઊભી થઈ.

19 મે, 2023ના રોજ એટલે કે લગભગ 6 વર્ષ પછી, RBIએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આપણે જાણીશું કે આરબીઆઈનો 2000ની નોટો બંધ કરવાનો નિર્ણય શા માટે ભૂલભર્યો છે અને આ માટે કામ ક્યારથી ચાલી રહ્યું છે?
આ સમજવા માટે સૌથી પહેલા કાળા નાણા વિશે જાણવું જરૂરી છે. પ્રથમ, કાળું નાણું હંમેશા નોટોના સ્વરૂપમાં હોતું નથી. તે સોના-ચાંદી, જમીન-સંપત્તિ કે કોઈ કિંમતી વસ્તુના રૂપમાં પણ હોય છે. સામાન્ય રીતે કહીએ તો, કાળું નાણું એવી આવક છે જેના પર કર ચૂકવવામાં આવતો નથી.

આપણે લાંચ લેનાર અધિકારી કે અપ્રમાણિક વેપારીનું ઉદાહરણ લઈ શકીએ. ચાલો કલ્પના કરીએ કે જો કોઈ લાંચ લેનાર અધિકારી કોઈ વ્યક્તિ પાસેથી લાંચ લે છે. સામાન્ય રીતે તે આ લાંચ ચલણી નોટોના રૂપમાં લેશે, પરંતુ તે સોનાના રૂપમાં લાંચ લઈ શકે છે.
તેવી જ રીતે, જો આપણે એક અનૈતિક વેપારીની વાત કરીએ તો, યોગ્ય આવક પર ટેક્સ ભરવાને બદલે, જો તે નકલી બિલ દ્વારા વધુ ખર્ચ બતાવીને તેનો નફો કાગળ પર ઓછો બતાવે છે, તો પણ તેની પાસે તેના ખાતા કરતા વધુ પૈસા હશે.

આવી સ્થિતિમાં, એટલે કે લાંચ લેનાર અધિકારી અને અનૈતિક વેપારી બંને આ રકમ રોકડ નોટના રૂપમાં રાખવાનું પસંદ કરશે. જો કે, એવું પણ બની શકે છે કે આ રકમ હિસાબી વગર જમીન, મિલકત અથવા સોનું-ચાંદી ખરીદીને કાળા નાણાં તરીકે જમા કરવામાં આવે.
આ જ કારણ છે કે જ્યારે પણ સમગ્ર વિશ્વમાં કાળા નાણાને રોકવાના હેતુથી નોટબંધી કરવામાં આવે છે, ત્યારે તેનું લક્ષ્ય ઊંચી કિંમતની નોટો હોય છે. ભારતમાં 8 નવેમ્બર 2016ના રોજ આવું જ બન્યું હતું. નિશાના પર હતી સૌથી વધુ મૂલ્યવાળી નોટ એટલે કે 1000 રૂપિયા અને 500 રૂપિયાની હાલની તમામ નોટ, તે તમામને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. અચાનક દેશની 85% નોટ પસતિમાં ફેરવાઈ ગઈ.
લોકો પાસે ટ્રાન્ઝેક્શન માટે નોટો બચી ન હતી. આવી સ્થિતિમાં જે હોબાળો થયો તે લોકોને આજે પણ યાદ છે. પરિસ્થિતિ બગડી રહી હતી. આવી સ્થિતિમાં નવેમ્બર 2016માં જ આરબીઆઈએ 1000ની નોટની બમણી કિંમત એટલે કે 2000ની નોટ છાપવાનું શરૂ કર્યું હતું. બજારમાં નોટોના શૂન્યાવકાશને ઝડપથી ભરવા માટે, બમણા મૂલ્યની આ નોટો છાપવામાં આવી હતી અને દેશના દરેક ખૂણે તેને એરલિફ્ટ કરવામાં આવી હતી.

હવે નોટબંધીને માનવ સ્વભાવ એટલે કે આદતથી પણ સમજીએ. તમે બધાએ અવારનવાર સાંભળ્યું જ હશે – ભાઈ, મારા ખિસ્સામાં મોટી નોટ છે, તેને તોડવી નથી. અર્થ છે કે હું તેમાંથી હું ખર્ચ નહીં કરું.
આ માણસોનો સ્વભાવ છે. સમગ્ર વિશ્વમાં લોકો ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ ખર્ચ કરતાં વધુ જમા કરવા માટે કરે છે. કમાણીના દૃષ્ટિકોણથી ભારત જેવા દેશમાં આ આદતની સાથે સાથે મજબૂરી પણ છે. દેશની મોટાભાગની વસતિ પાસે ખર્ચ કરવા માટે મોટા મૂલ્યની નોટોનો અભાવ છે.
આરબીઆઈના ડેટા પણ આ જ સાબિત કરે છે. ભારતમાં નાની કિંમતની નોટો એટલે કે 5, 10, 20, 50 અને 100 રૂપિયાની નોટોનો ખરાબ થવાનો દર વાર્ષિક 33% છે. એટલે કે દર વર્ષે નાની કિંમતની એક તૃતીયાંશ નોટો ખરાબ થઈ જાય છે. જ્યારે 500 રૂપિયાની નોટોના કિસ્સામાં આ દર 22% છે અને 1000 રૂપિયાની નોટનો ખરાબ થવાનો દર 11% છે.
![]()
કાળા નાણાંના અંદાજમાં પણ આ આંકડાનો ઉપયોગ થાય છે. એવું માનવામાં આવે છે કે બ્લેક મની તરીકે સંગ્રહિત નોટોના બગાડનો દર ઘણો ઓછો છે. એટલે કે વાસ્તવિક વ્યવહારોમાં નાની કિંમતની નોટોનો જ વધુ ઉપયોગ થાય છે. રિઝર્વ બેંકના આ આંકડાઓના આધારે 2016 પહેલા એક અંદાજ લગાવવામાં આવ્યો હતો કે દેશમાં 7.3 લાખ કરોડનું કાળું નાણું છે.
નોટબંધી બાદ RBIએ 2000ની નોટ છાપવાની આ ભૂલ સુધારી છે. તેને ચલણમાંથી બહાર કરવાનો પ્રયાસ 4 વર્ષ પહેલા શરૂ થયો હતો. શુક્રવારે તેને ચલણમાંથી બહાર કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:કર્ણાટકના આંચકા બાદ શું ભાજપ કરશે કમબેક… દક્ષિણના રાજ્યના પરિણામોની આગામી ચૂંટણી પર કેટલી અસર પડશે?
આ પણ વાંચો:શું અમેરિકા પાકિસ્તાન આર્મી જનરલ અસીમ મુનીરને હટાવવા માગે છે?
આ પણ વાંચો:પૂર્વ PM ઈમરાન ખાને આર્મી ચીફ પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું એવું કે..
આ પણ વાંચો:14 મહિનામાં કર્ણાટકમાં બનેલા 3 મુખ્યમંત્રીની સ્ટોરી તેમજ સમગ્ર ઘટના ક્રમ
