T20 World Cup/ પાકિસ્તાન વિરુદ્ધ મોટા રનરેટથી હારવુ ભારતને પડી શકે છે ભારે, સેમિફાઇનલનો રસ્તો રહેશે મુશ્કિલ

આ સાથે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ સુધીની સફર પણ પડકારજનક બની ગઈ છે. જો કે મજબૂત બેટિંગ લાઇનઅપ સાથે ટીમ ઈન્ડિયા કોઈપણ પડકારને પાર કરવામાં સક્ષમ છે.

Sports
ટીમ ઈંન્ડિયા

T20 વર્લ્ડકપમાં ભારતને પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપમાં, પ્રથમ અને તે પણ પાકિસ્તાનનાં હાથે 10 વિકેટની કારમી હારથી, કેપ્ટન વિરાટ કોહલીનાં ખાતામાં ઘણા અનિચ્છનીય રેકોર્ડ પણ ઉમેરાયા છે.

ટીમ ઈંન્ડિયા

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન વિરુદ્ધ હાર બાદ ભારત માટે હાર્દિક પંડ્યાને લઇને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા

આ સાથે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ સુધીની સફર પણ પડકારજનક બની ગઈ છે. જો કે મજબૂત બેટિંગ લાઇનઅપ સાથે ટીમ ઈન્ડિયા કોઈપણ પડકારને પાર કરવામાં સક્ષમ છે, પરંતુ ક્રિકેટને અનિશ્ચિતતાઓથી ભરેલી રમત કહેવામાં આવતી હોય છે. પાકિસ્તાન સામેની હાર બાદ ભારત 0.973 નાં નેગેટિવ રન રેટ સાથે પોતાના ગ્રુપ B માં સૌથી નીચા સ્થાને આવી ગયું છે. T20 વર્લ્ડકપમાં આ ગ્રુપની બાકી ટીમોની સફર હજુ શરૂ પણ થઈ નથી. ભારત અને પાકિસ્તાને રવિવારે ગ્રુપ B માં પોતાની પ્રથમ મેચ રમી છે. આ બે દેશો સિવાય અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ અને નામિબિયાની ટીમો છે. નિયમો અનુસાર, આ અડધો ડઝન ટીમોમાંથી ટોચની બે ટીમોને સેમિફાઇનલમાં પ્રવેશ મળશે. એટલે કે, સેમિફાઇનલ સુધીનો માર્ગ નક્કી કરવા માટે, ગ્રુપની દરેક ટીમે ઓછામાં ઓછી ચાર-પાંચ મેચ જીતવી પડશે. ભારતે તેની પ્રથમ મેચ શરમજનક રીતે હારી છે. આવી સ્થિતિમાં બીજી હાર તેને લગભગ આઉટ થવાના આરે મૂકી દેશે. મેચ જીતવા ઉપરાંત ટીમનો નેટ રન રેટ પણ અટકી શકે છે.

ટીમ ઈંન્ડિયા

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ બાબર આઝમે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને જે કહ્યુ તે સાંભળી વિરોધી ટીમોનો છૂટી જશે પરસેવો, Video

આવી સ્થિતિમાં હવે ભારતે આગામી રવિવારે એટલે કે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે તેની મેચ રમવાની છે. આ પછી 3 નવેમ્બરે ટીમ ઈન્ડિયાનો મુકાબલો અફઘાનિસ્તાન સાથે થશે. ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાંથી ક્વોલિફાય થનારી બે ટીમો સ્કોટલેન્ડ અને નામિબિયા ભારત સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આ બંને ટીમો સામે આસાન વિજય મેળવી શકે છે, પરંતુ બાકીની ટીમો સામે વિજયની નક્કર ગેરંટી આપી શકાતી નથી. આ પરિપ્રેક્ષ્યમાં ટીમ ઈન્ડિયાએ માત્ર તેની બાકીની તમામ મેચો મોટા અંતરથી જીતવી પડશે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન સહિત કુલ 4 મજબૂત ટીમો છે. આવી સ્થિતિમાં બન્ને મોટી ટીમોએ બહારનો રસ્તો જોવો પડશે.