પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લોક કલાકારો સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. હકીકતમાં, કોલકાતામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તે દરમિયાન લોક કલાકારો ત્યાં ડાન્સ કરી રહ્યા હતા. ત્યારબાદ મમતા બેનર્જી પણ તેમની સાથે જોડાઈ અને તેઓએ પણ લાંબા સમય સુધી ડાન્સ કર્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પરંપરાગત ગીત પર મુખ્યમંત્રી ખુશ થઈને ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમારંભમાં આવેલા મહેમાનો તેમનો વીડિયો બનાવી રહ્યા હતા.
#WATCH | West Bengal CM Mamata Banerjee joins the folk artists as they perform at the #IndependenceDay celebrations in Kolkata.#IndiaAt75 pic.twitter.com/9bvyxFm4qz
— ANI (@ANI) August 15, 2022
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતાં સોમવારે કહ્યું કે ભારતીયોએ દેશના લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવું જોઈએ. બેનર્જીએ કહ્યું કે ભારતીયોએ તેમના પૂર્વજોના પવિત્ર વારસાને પણ સાચવવો જોઈએ જેમણે સ્વતંત્રતા હાંસલ કરી હતી.
આ પણ વાંચો:૭૫માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે થયેલી રાજ્ય અને જનહિતની મહત્વ પૂર્ણ જાહેરાતો તમે જાણી કે નહિ?
