શપથ ગ્રહણ / મમતા બેનર્જીએ મુખ્યમંત્રીનાં શપથ લીધા, સતત ત્રીજીવાર બન્યા પ.બંગાળનાં CM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હેટ્રિક વિજય મેળવનાર ટીએમસીનાં વડા મમતા બેનર્જી ફરી એકવાર રાજ્યનાં મુખ્ય પ્રધાન બન્યા છે. મમતા બેનર્જીએ આજે ​​એટલે કે બુધવારે સતત ત્રીજી વખત રાજભવનમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડેએ રાજભવનમાં મમતા બેનર્જીને પદ અને ગોપનીયતાનાં શપથ અપાવી હતી.

મોટો નિર્ણય / કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા

પશ્ચિમ બંગાળમાં એકવાર ફરી મમતા બેનર્જીની સરકાર બની છે. ત્યારે કહી શકાય કે, ફરી એકવાર બંગાળનાં રાજકારણને લીલો રંગ લાગ્યો છે. મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં જબરદસ્ત વાપસી કરી છે. વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ 213 બેઠકો પર વિજય મેળવ્યો  છે. જો કે મમતા બેનર્જી પોતે નંદીગ્રામની ચૂંટણીમાં હાર્યા છે, તેમ છતાં તે ત્રીજી વખત રાજ્યનાં મુખ્યમંત્રી બની ગયા છે. બુધવારે કોલકાતાનાં ટાઉનહોલમાં તેમણે બંગાળનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા. તે સતત ત્રીજી વખત રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા છે. આજે મમતા બેનર્જીએ જ શપથ લીધા છે, તેમની સાથે કોઈ મંત્રીઓએ શપથ લીધા નથી. રાજભવન ખાતે રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ અપાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, મમતા બેનર્જીએ 20 મે 2011 નાં રોજ પ્રથમ વખત રાજ્યનાં મુખ્યમંત્રી અને 27 મે 2016 નાં રોજ બીજી વખત શપથ લીધા હતા. મમતા બેનર્જી સતત ત્રણ વખત મુખ્યમંત્રીની સીટ પર બેસનાર દેશની પ્રથમ મહિલા CM બની છે. આપને જણાવી દઇએ કે, સફેદ સાડી અને હવાઈ ચપ્પલ સાથે પદયાત્રા કરનાર મમતા બેનર્જીનો જન્મ કોલકાતામાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. તેમણે રાજકીય કારકીર્દિની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી.

શપથ ગ્રહણ / કોરોના મહામારીના કારણે 10.45 કલાકે સાદગીપૂર્ણ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે મમતા બેનર્જી

જાદવપુરથી 1984 માં લોકસભાની ચૂંટણી જીતીને તે સંસદમાં પહેલી વાર પહોંચ્યા હતા. જોકે 1989 માં તેમને ત્યાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 1991 માં તે ત્યાંથી બમ્પર જીત મેળવીને પરત ફર્યા હતા અને 2009 સુધી તે ત્યાંથી સાંસદ રહ્યા હતા. કોંગ્રેસ સાથે મતભેદોને લીધે, તેમણે 1997 માં અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી અને બે વખત રેલ્વે પ્રધાન બન્યા હતા. 2011 માં, મમતા બેનર્જીએ ડાબેરીઓનો 34 વર્ષ જુનો કિલ્લો તોડી પાડ્યો હતો. તે વર્ષે, તેમણે 227 બેઠકો મેળવી હતી અને તે રાજ્યનાં 8 માં મુખ્યમંત્રી બન્યા હતા. 2016 માં, તેમણે ફરીથી ઇતિહાસ રચ્યો અને ટીએમસીએ ડાબેરી કોંગ્રેસ ગઠબંધન સામે 211 બેઠકો એકલા હાથે જીતી લીધી હતી.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery