છોટાઉદેપુર જીલ્લામાં ધમાકેદાર વરસાદ થી પાણી જ પાણી છોટાઉદેપુર પંથકમા સાડા સાત ઇચ જેટલો વરસાદ છોટાઉદેપુરમા ધોધમાર વરસાદ,ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા,નગરના મંગળ બજાર અને પંચવટી બંગલો વિસ્તારમાં પાણી ભરાયા, જેમા જીલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન આ જ વિસ્તાર માં આવેલા છે
તો કવાંટ પંથક મા પણ સવા સાત ઇચ જેટલો વરસાદ નોંધાયો છે કવાંટ મા ધોધમાર અને ઉપરવાસ માં ભારે વરસાદ થતા કરા નદી માં ઘોડાપૂર કવાંટ પાસેના પુલ ને અડી પાણી જતા કવાંટવાસીઓ ચિંતામાં મુકાયા હતા તો બીજી તરફ જે નદી ઉનાળા દરમિયાન સૂકી ભટ્ટ હતી જેમાં પાણી આવતા આનંદની લાગણી પણ છવાઈ ગઈ હતી કવાંટ નાની ટોકરી પાસેથી પસાર થતી ટોકરવા,ધામણી અને દુદવાલ નદીમાં પણ ઘોડાપુર પાણી આવ્યુ ધામણી નદીનું પાણી કોઝવે ઉપર પાણી ફરી વળતા 40 થી વધુ ગામનો જીલ્લા મથકે જવા મુશ્કેલી, કવાંટ નજીક આવેલ દુધવાલ નદી પણ બે કાંઠે જોવા મળી
બોડેલી પંથક મા સાડા ચાર ઇચ થી વધુ વરસાદ નોંધાયો બોડેલી મા માત્ર બે કલ્લાક માં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદ ને લઇ નિચાણવાળા વિસ્તારો મા ભરાયા પાણી બોડેલી ના રામનગર દીવાન ફળીયા, રજાનગર વિસ્તાર મા ભરાઇ જતા લોકો ને હાલાકી બોડેલી ગરનાળામા પાણી ભરાઈ ગયા હતા કાર ચાલક કાર ને પાણીમા થઈ કાઢવા જતાં કાર ફસાઇ ગઈ હતી પાણી મા તરવા લાગી કારને ધકકા મારી બહાર કાઢી હતી.

બોડેલી નજીકથી પસાર થતી હેરણ નદીમા આવ્યુ પણ ઘોડાપુર, આવ્યું ઉપરવાસ માં ભારે વરસાદ થતા હેરણ નદી પાણી, પાણી આવતા રાજવાસણા ગામ નજીક આવેલ આંડબંધ ઓવર ફલો થયો હતો આડ બંધ ઓવરફલો થતા અલહાદક દ્રષ્યો સર્જાયા તો બોડેલી નજીક થી પસાર થતી ઓરસંગ નદી પર આવેલ જોજવા આડ બંધ પણ ઓવરફ્લો થયો હતો
પાવીજેતપુર પંથક મા પોણા ત્રણ ઇચ થી વધુ વરસાદ વરસતા ખેતી માટે ના સિંચાઇ ના પાણી ની સમસ્યા દૂર થવાની આશા ખેડૂતોમાં બંધાઈ છે સંખેડા પંથકમાં અઢી ઇચ થી વધુ વરસાદ સંખેડા નજીક થી પસાર થતી ઉચ્છ નદી મા ઘોડાપુર, સમગ્ર જીલ્લા મા વરસાદી માહોલ નદીઓમા ઘોડાપુર આવ્યા, જીલ્લા ની નદીઓમા પાણી આવતા ખેડુતો મા રાહત ની લાગણી જોવા મળી રહી છે નસવાડી પંથકમાં બે ઇચ થી વધુ વરસાદ ખાબક્યો છોટાઉદેપુર પુર્વ પટ્ટીના ખેડૂતો ચોમાસુ ખેતી પર નિર્ભર ખેતી લાયક વરસાદ ને લઈ જળ સ્તર ઉંચા આવવાની આશા ખેડૂતોમાં બંધાઈ છે જેને લઈ ખેડૂતોમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે.
