Not Set/ હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતને લઇને Weather Update આપી છે.

Top Stories India

હવામાન વિભાગે ઉત્તર ભારત, પૂર્વ ભારત અને મધ્ય ભારતને લઇને Weather Update આપી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશામાં વરસાદની સંભાવના છે.

રઝડ્યો મૃતદેહ / હોસ્પિટલમાં 2 દિવસ પડ્યો રહ્યો મૃતદેહ, કોરોનાથી મોત થતા પરિવારજનો મુકીની ફરાર

હવામાનની આગાહી એ છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ સહિત બંગાળ અને ઓડિશામાં વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. આગામી બે દિવસ આ પ્રકારનાં હવામાનની સ્થિતિ ઝારખંડમાં પણ જોવા મળશે. જ્યારે,  બિહાર, બંગાળ અને સિક્કિમમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વી ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન જોરદાર પવન સાથે વરસાદ થવાની સંભાવના છે. વળી, અરૂણાચલ પ્રદેશમાં પાંચ દિવસ દરમિયાન વીજળી, જોરદાર પવન અને વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં શનિવારે જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.

કોરોના હારશે? / આજથી ‘ટીકા ઉત્સવ’ શરુ, PM મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

દક્ષિણ ભારતની વાત કરીએ તો, આગામી 5 દિવસ દરમિયાન કેરળ, માહે અને તેલંગાણા જેવા રાજ્યોમાં ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત, વાવાઝોડા અને જોરદાર પવનની આશા પણ છે. કેરળ અને માહેમાં 12 અને 14 એપ્રિલનાં રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય 13 અને 14 એપ્રિલનાં રોજ કર્ણાટકમાં સંભાવના છે. ફેબ્રુઆરી 2021 દરમિયાન ભારતમાં 1901 પછીનો સૌથી ઓછો વરસાદ રેકોર્ડ થયો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં પ્રિ-મોન્સૂન વરસાદ પણ જોવા મળી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ