આવતીકાલે 21મી નવેમ્બરના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત અને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે તેમ બિન નિવાસી પ્રભાગની યાદીમાં જણાવાયું છે.ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતીઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન
પણજી ખાતે યોજાનાર સદાકાળ ગુજરાત કાર્યક્રમનું ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત અને રાજ્યના ગૃહ રાજ્ય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કરશેઆ પ્રસંગે ગોવાના ભાજપ પ્રમુખ, ગોવાના એન.આર.આઇ. કમિશનના ચેરમેન, પણજીના ધારાસભ્ય અને પણજી નગર નિગમના મેયર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 21મી નવેમ્બરના રોજ સવારે 11 કલાકે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે. ત્યારબાદ સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે અને બપોર પછીના સેશનમાં જૂથ ચર્ચાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણી ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરશે.
આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર
આ કાર્યક્રમમાં ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાના જુદા જુદા 9શહેરોના આમંત્રિત બિન-નિવાસી ગુજરાતીઓ ઉપસ્થિત રહેશે. કોવિડ-19ને કારણે છેલ્લા બે વર્ષથી સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન થઇ શક્યું ન હતું અને સરકાર દ્વારા કાર્યક્રમ કરવાની વિચારણા ચાલતી હતી, જે પડતર હતી. હવે સમય સંજોગો અનુકૂળ થતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.ગોવા ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજયના ગૃહ રાજય મંત્રી તે જ દિવસે સાંજે ૭:૩૦ કલાકે કોરોના કાળમાં અને વર્ષ ૨૦૨૧માં સુરત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે સુરત શહેર પોલીસ તરફથી અલંકરણ સમારોહના આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
