સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલા, નિયામક જેન્સી રોયલ, અધિક કમિશ્નર સિદ્ધિ પટેલ, નાયબ નિયામકવિવેક શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત પ્રતિજ્ઞા (શપથ) દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ દિકરીઓ અભ્યાસની સાથે બીજી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે અને પોતાની સુષુપ્ત રહેલી શક્તિઓને ઉજાગર કરી શકે તે અર્થે દરેક જિલ્લાની દિકરીઓ સાથે પરિસંવાદ યોજી પ્રેરણારૂપ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. તેમજ “સશક્ત બનો, તંદુરસ્ત બનો, આત્મનિર્ભર થાઓ દિકરી નહિ માતા-પિતાને દિકરો બની સાથ સહકાર આપો તેઓ સંદેશો પણ મંત્રી દ્વારા પાઠવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી એસ.આર.અંબારિયા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.આર.ડોડીયા, ફિલ્ડ ઓફિસર એ.વી.દેસાઈ તથા વુડબોલ અને મિનીગોલ્ફ રમતમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય લેવલે મેડલ પ્રાપ્ત કરેલ દોષી ક્રિષા સહિત મહિલા અને બાળ અધિકારી ની કચેરીના કર્મચારી સહભાગી બન્યા હતા.
