સૌરાષ્ટ્રમાં ગેરકાયદે પ્રવુતિ કરતા કુખ્યાત નિખિલ દોંગાની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાયા બાદ કોલડિટેઇલના આધારે તેના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરાઇ હતી. તેમાં ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા વિપુલ ગિરધર કોટડીયાનું નામ બહાર આવ્યું હતું. જેની પોલીસે ગોંડલ માંથી ધરપકડ કરી છે.

Drugs case / મુંબઈથી લાખોનું ડ્રગ્સ પહોંચ્યું સૌરાષ્ટ્રના આ શહેરમાં, પોલી…
આ ગ્રામ્ય પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે નિખિલ દોંગા ગેંગના હિસાબનીશ ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા પટેલ શખ્સની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ શખ્સ નિખિલનું ફાયનાન્સનું કામ સંભાળતો, એટલે કે મેતાજી નું કામ કરતો હતો બીજી તરફ વીરપુરની જમીન પચાવી પાડવાના કૌભાંડમાં સંડોવાયેલા નિખિલ દોંગા ગેંગના બે ભાઈઓ નરેશ સિંધવ અને કમલેશ સિંધવની દસ દિવસના રિમાન્ડ ઉપર પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

Gujarat / ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટે…
આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે વિપુલ કોટડિયા નિખિલ અને આખી ગેંગનું ફાયનાન્સ ક્યા અને કેવી રીતે કરવું તે કામગીરી સંભાળતો હતો.વિપુલ કોટડિયાની ગુજસીટોકમાં ધરપકડ કરવામાં આવતા હવે નિખિલ દોંગાનું ફાયનાન્સનું કામ સંભાળતા વિપુલની કોટડિયાની પૂછપરછમાં નિખિલે નાણાં ક્યા રોક્યા અને આખી ગેંગે કેટલી જગ્યાએથી નાણાં પડાવ્યા હતા તે સહિતની વિગતો હવે બહાર આવશે. બીજી તરફ નિખિલ દોંગા ગેંગના બે સાગરીતો એવા સગાભાઇઓ નરેશ અને તેના ભાઈ કમલેશની ધરપકડ બાદ તેના રિમાન્ડ માગવામાં આવતા દસ દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
disha / CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
