ડ્રગ કેસ/ આર્યન ખાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

કોર્ટે કહ્યું હતું કે, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ એવો કોઈ પુરાવો મળ્યો નથી જે સાબિત કરી શકે કે તેઓએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનાનું કાવતરું ઘડ્યું હતું.

Entertainment
કોર્ટે જામીન આર્યન ખાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી

ક્રૂઝ ડ્રગ કેસમાં શાહરૂખ ખાન ના પુત્ર આર્યન ખાન અને તેના બે સહયોગીઓને કોર્ટે જામીન આપ્યા છે. જામીન આપ્યા પછી, બોમ્બે હાઈકોર્ટે શનિવારે વિગતવાર ચુકાદાની નકલ બહાર પાડી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, આરોપીઓ સામે પ્રથમ દ્રષ્ટીએ એવો કોઈ પુરાવો મળ્યો નથી જે સાબિત કરી શકે કે તેઓએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનાનું કાવતરું ઘડ્યું હતું. 28 ઓક્ટોબરે જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન સ્વીકારી લીધા હતા.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે આર્યનના ફોનમાંથી જે વોટ્સએપ ચેટ સામે આવી છે તેમાં એવું કંઈપણ બહાર આવ્યું નથી કે તે ત્રણેય અને અન્ય આરોપીઓએ કોઈ ગુનો કર્યો હોય કે કાવતરું ઘડ્યું હોય.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની કલમ 67 હેઠળ એનસીબી દ્વારા નોંધાયેલ આર્યન ખાનના કબૂલાતના નિવેદનનો ઉપયોગ કેસની તપાસના હેતુ માટે જ થઈ શકે છે અને આરોપીએ એનડીપીએસનો ગુનો કર્યો હોવાનું અનુમાન કે સાબિત કરવા માટે તેનો ઉપયોગ થઈ શકે નહિ.

વોકલ ફોર લોકલ / નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત લાવી રંગ

જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન