Not Set/ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, હવામાન વિભાગની આગાહી

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Top Stories Gujarat

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 1લી ડિસેમ્બર અને 2જી ડિસેમ્બરના રોજ એમ બે દિવસ માટે વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી હતી. બુધવારે વહેલી સવારે તેની અસર વાતાવરણમાં જોવા માટે મળી હતી. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વહેલી સવારે વરસાદ પડતા લોકો મૂંજવણ પણ અનુભવતા અને વાતો કરતા નજરે પડ્યા હતા કે, સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવું એ સમજ જ નથી પડતી!

નોંધનીય છે કે, અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇ બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે તેજ ગતિએ પવનો ફૂંકાવવાની પણ શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને લઇ મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે સુરતના અનેક વિસ્તારોમાં અમીછાંટણા પડ્યા હતા. ઉત્તર ગુજરાત ,સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માવઠાની અસરને પગલે જગતના તાત ગણાતા એવા ખેડૂતોમાં ચિંતાનો માહોલ મુકાયો છે. ખેડૂતોને પણ પાક સલામત સ્થળે ખસેડવા જણાવ્યું છે.