વિશ્લેષણ / હવે કોંગ્રેસી નેતાઓના પુસ્તક બોંબનો યુગ !!

સલમાન રશ્દીના પુસ્તકનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે મનીષ તિવારીએ મનમોહન સરકારની નબળાઈ છતી કરી વિરોધીઓને કોંગ્રેસ સામે પ્રચારનો દારૂગોળો પૂરો પાડ્યો

Reporter Name: હિમતભાઈ ઠક્કર, ભાવનગર

તાજેતરમાં જાે સૌથી મોટો વિવાદ ઉભો કરતા હોય તો રાજકીય પક્ષોના નેતાઓના વિવાદો લખાણો પુસ્તક કે કોઈ રાજકીય પક્ષની ભક્તિ કરતાં પરિબળોનો બકવાસ છે. મોટેભાગે આવી કોઈ બાબતો બહાર આવે કે તરત જ આવા નેતાઓ પોતાનો ખેલ શરૂ કરી દેતા હોય છે અને ગણા કિસ્સામાં વિરોદીઓને હથિયાર પુરૂ પાડતાં હોય છે. કંગના રણોતનો આઝાદી અને ખેડૂત આંદોલન વિષેનો રાષ્ટ્રના હિતોને નુકસાનકર્તા ગણાતા બકવાસની ચર્ચા અને ફરિયાદોનો દોર ચાલુ છે તેવે સમયે હવે કોંગ્રેસના વિવાદી વિધાનો કરવા માટે જેને નોબલ પુરસ્કાર ઓછો પડે તેવા કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યરે એવો બકવાસ કર્યો છે કે ૨૦૧૪ બાદ ભારત અમેરિકાનો ગુલામ બન્યો છે. જૂના મિત્ર રશિયા કરતાં અમેરિકાને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએ. જાે કે આ વાત સો ટકા સાચી નથી. અમેરિકા પરનું અવલંબન વધ્યું છે તે વાત સાચી પણ રશિયા સાથેના મૈત્રિભર્યા સંબંધો તો યથાવત છે. તાજેતરની સંરક્ષણ ડીલ એ આ વાતનો જીવંત પુરાવો છે તે વાત તો નોંધ્યા વગર ચાલે તેવું નથી. આ બધા વચ્ચે કોંગ્રેસના વગદાર મનાતા ગ્રુપ દ્વારા થતાં વિધાનો પણ હાલના તબક્કે ચર્ચાનો મુદ્દો પુરો પાડનારો તેમજ અમુક લખાણો પોતાની જ પૂર્વ સરકારને બદનામ કરવા માટે વિરોધીઓને દારૂગોળો પૂરો પાડનારા પૂરવાર થઈ રહ્યા છે તે પણ હકિકત છે.

તાજેતરમાં કેન્દ્રના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના પ્રવક્તા તરીકે રહી ચૂકેલા મનીષ તિવારીના પુસ્તક ‘૧૦ ફ્લેશ પોઈન્ટ:

૨૦ યર્સ – નેશનલ સિક્યુરીટી ધેટ ઈમ્પેક્ટ ઈન્ડિયા’ નામના પુસ્તકમાં ૨૬-૧૧ મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે તે વખતે સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની જરૂરત હતી. તેવા ઉલ્લેખ સાથે લખ્યું છે કે જ્યારે કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યા કરવામાં કોઈ દુઃખ નથી. ત્યારે તેમની સામે ધીરજ રાખવી એ નબળાઈની નિશાની છે.  તે વખતે માત્ર વિરોધ દર્શાવી કે બોલીને બેસી રહેવાને બદલે જવાબી કાર્યવાહીની જરૂરત હતી. તેમણે આ પુસ્તકમાં લખ્યું છે કે ૯/૧૧ના હુમલા બાદ અમેરિકાએ જે રીતે જવાબી કાર્યવાહી કરી હતી તે જ રીતે પગલાં લેવાની જરૂરત હતી. આ પગલાં નહિ ભરવા એ સરકારની નબળાઈ હતી. આ પ્રકારના વિધાનો એ મનમોહનસિંહની સરકાર સામે સીધા હુમલા સમાન અને વિરોધીઓ અને તેમાંય ભાજપ અને તેના સમર્થકોને અગાઉની સરકાર નબળી હતી તેવું કહેવાનો મોકો આપનારા છે. આ પુસ્તકના વિધાનો ચૂંટણીઓના વર્ષમાં કરવા પાછવનો ઈરાદો કોંગ્રેસનું મોવડી મંડળ સામે તલવાર તાણીને કોંગ્રેસને ફાયદો કરાવવા સિવાય બીજાે કોઈ નથી તેવું હાલના તબક્કે લાગે છે.

મનિષ તિવારી કોંગ્રેસના નારાજ નેતાઓની જે ‘જી-૨૩’ નામની ટીમ છે તેના અગ્રણી નેતા છે. તે અગાઉ પણ કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસના પ્રમુખ સામે એકથી વધુ વખત પ્રહારો કરી ચૂક્યા છે. આ સંજાેગો વચ્ચે કોંગ્રેસ માટે નીચાજાેણું થાય તેવી સ્થિતિ ઉભી કરી છે. તેવું નિષ્ણાતો કહે છે. ‘મનમોહન સરદાર છે પણ અસરદાર નથી’ તેવા વિધાનો તે વખતે ભાજપના સ્ટાર પ્રચારક અને હવે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનેલા નવજાેત સિદ્ધુએ કરેલ તે વાતની યાદ આપનારા છે. આ અંગેની ચર્ચામાં કોંગ્રેસી નેતાઓ જવાબ આપવામાં પણ ઢીલા પડ્યા હતા તેમ કહેવું પડે. ભલે પછી નવાઝ મોદી મુલાકાત બાદ પઠાણકોટ પર હુમલો થવાનો બનાવ ૨૦૧૫ બાદ બન્યો હોય. ભલે પાકિસ્તાન સામે સર્જિકલ અને એરસ્ટ્રાઈક કરી તેનું વધુ માર્કેટીંગ કરાયું હોય પણ ઉરી કે તેના જેવા બનાવો બન્યા બાદ આ કાર્યવાહી પણ પૂરતી નથી. પણ આ તબક્કે આ વાત ઉળેખી મનીષ તિવારીએ ભાજપ સરકારની નબળાઈ ઢાંકી દીધી છે અને અગાઉની કોંગ્રેસી સરકારની નબળાઈને એકદમ કૂલ્લી કરી દીધી છે. આ પણ એક ધ્યાન ખેંચનારી બાબત છે તેની તો નોંધ લીધા વગર ચાલે તેવું નથી જ.

હિન્દુત્વની ISIS-બોકો હરામથી તુલનાથી ખુરશીદની મુશ્કેલીઓમાં વધારો | chitralekha
કોંગ્રેસના નેતાઓ દ્વારા પુસ્તક બોંબ એ નવી વાત નથી. કોંગ્રેસના નેતાઓ સંજય બારૂ નટવરસિંહ અને સલમાન ખુર્શીદ પોતાના પુસ્તકોમાં કોંગ્રેસ સરકારને નબળી પુરવાર કરી તેના વિષે વિવાદી વિધાનો કરી ચૂક્યા છે. સદ્‌ગત પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ જેને રાજકારણમાં લાવી વિદેશમંત્રી બનાવવાનો તખ્તો તૈયાર કર્યો હતો તે નટવરસિંહે પણ પોતાના પુસ્તકમાં વિવાદી વિધાનો કરેલા જ છે. સંજય બારૂએ તો પોતાના પુસ્તકમાં પોતાના સમયની સરકારો વિષે કેટલાક મહત્ત્વના વિધાનો પણ કર્યા હતાં તે હકિકત છે. આ સંજાેગો વચ્ચે સલમાન રશ્દી પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા’ નામના પુસ્તકમાં હિંદુત્વ વિષેના વિધાનો કર્યા છે તે સામે ભાજપ તો ખફા થાય તેમાં નવું નથી પણ હિંદુ સેના જેવા સંગઠનો પણ આ વિવાદને કોર્ટ સુધી ખેંચી ગયા છે. અત્યારે આ વિવાદ કોર્ટમાં છે.

આ વિવાદ શમતો નથી અને ધર્મના નામે રાજકીય મુઠ્ઠી એકઠી કરવામાં વ્યસ્ત અને અંગ્રેજાે જે વારસો મૂકતા ગયા છે કે સમાજમાં નફરતની લાગણી ફેલાવી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી લોકોના મનમાં ઝેર રેડનારાઓને મોકો મળે છે. રાજકારણીઓ પછી ભલે ગમે તે પક્ષના હોય પરંતુ તેમના માટે ચૂંટણી જીતવી તે સિવાય બીજાે કોઈ ધર્મ હોતો નથી.

ટૂંકમાં દેશમાં સાવ સંકોચાઈ ગયેલી અને આઈ.સી.સી.યુ. પર હોય તેવી સ્થિતિમાં મૂકાઈ ગયેલી કોંગ્રેસના નેતાઓ જ પોતાના પુસ્તક બોંબતી વધુ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને ભૂતકાળની સરકારોએ કરેલી કેટલીક સારી કામગીરી પર પડદો પાડવાની કામગીરી કરી રહ્યા છે.
આવા નેતાઓ કોંગ્રેસને તો નબળી પાડે જ છે પણ સાથોસાથ ભાજપને તો મજબૂત બનાવે જ છે અને પુસ્તકોમાં વિધાનો કરી આડકતરી રીતે દેશના હિતોને પણ નુકસાન કરી રહ્યાં છે. ભલે બોલવાની અને લખવાની સ્વતંત્રતા ભારતમાં છે તેવી બીજી કોઈ જગ્યાએ નથી અને આ સ્વતંત્રતા, સ્વચ્છંદતામાં પરિવર્તિત થઈ રહી છે તેવું ઘણા રાજકીય વિશ્લેષકો કહે છે.

કોંગ્રેસના નેતાઓને જ્યારે પોતાની રાજકીય ભૂમિકા ભજવવાનો મોકો ઓછો મળે છે અને સત્તા તો મળવાની જ નથી તેવું ભાન થતાં આ પ્રકારના પુસ્તક બોંબ ફોડી પોતાની જ સરકારને બદનામ કર્યાનો અને અખબારોની હેડલાઈન અને ઈલેક્ટ્રોનિક્સ પ્રચાર માધ્યોને ચર્ચાનો મુખ્ય વિષય પુરો પાડી રહ્યા છે તે વાત તો હાલા તબક્કે નોંધવી જ પડે તેમ છે.

કચ્છ / ગાંડા બાવળમાંથી બિસ્કીટ કે કોફી પણ બની શકે…


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment